Get The App

બિહારના લોકો બીડી જેવા છે ભાજપ પાસે આવેલો નવો મુદ્દો

Updated: Sep 10th, 2025

GS TEAM

Google News
Google News
બિહારના લોકો બીડી જેવા છે ભાજપ પાસે આવેલો નવો મુદ્દો 1 - image

- વિપક્ષ વારંવાર મર્યાદા ગુમાવી રહ્યું છે

- ઇનસાઇડ સ્ટોરી

- જે રીતે તેજસ્વી અને રાહુલના પ્રચારે એનડીએ સરકાર સામે પડકાર ઉભો કર્યો છે

ભારતના રાજકરણમાં બિહારનું ચૂંટણી યુદ્ધ રાજકીય પક્ષો બહુ ઝનૂન સાથે લડી રહ્યા છે. જીએસટીના મુદ્દે મહત્વના ફેરફાર વાળા પગલાં કેન્દ્ર સરકારે લીધા છતાં તેની વાત વિરોધ પક્ષ કરવા કોઇ તૈયાર નથી. બિહારમાં ચૂંટણી લડતો વિપક્ષ માને છે કે વોટ ચોરીનો મુદ્દો લોકોના ગળે ઉતરી ગયો છે. માટે વોટચોર ગદ્દી છોડ જેવા નારા લગાવાય છે. બિહારમાં હજુ ચૂંટણી જાહેર નથી થઇ. એક અંદાજ એવો છેકે બિહારમાં ચાર તબક્કાની ચૂંટણીઓ જાહેર થઇ શકે છે. કેમકે જે રીતે લાલુ પ્રસાદ યાદવનો પુત્ર તેજસ્વી યાદવ યેન કેન પ્રકારે મુખ્યપ્રધાન બનવા માંગે છે. તે જોતાં ચૂંટણી હીંસક બનવાની શક્યતાઓ વધી છે.

રાહુલગાંધી અને તેજસ્વી યાદવની જોડી ચૂંટણી આવતા સુધીમાં વોટ ચોરીનો આક્ષેપ ટકાવી શકશે કે કેમ તે પણ વિચારવા જેવું છે. વિરોધ પક્ષે સત્તા કબજે કરવા શરૂ કરેલા વિજય અભિયાનને અન્ય વિપક્ષી સાથીઓનો ટેકો મળી રહ્યા છે. પરંતુ દરેક પોતાની રાજકીય મહત્વકંાક્ષાની  પીપુડી વગાડી  રહ્યા છે.

વિપક્ષ બિહારનો જંગ બહુ ઉશ્કેરાટ સાથે લડી રહ્યો છે. જ્યારે ભાજપ  અને નિતીશ કુમારનો જેડીયુ પક્ષ પણ ગામડાઓના આર્થિક ઉદ્ધાર માટે વિવિધ સ્કીમ મુકી રહ્યા છે. લાલુપ્રસાદ યાદવના શાસન વખતની બિહારની પ્રજા અને વર્તમાન સરકાર વખતની પ્રજા વચ્ચે આસમાન જમીનનો ફર્ક જોવાઇ રહ્યો છે. બિહારમાં સાક્ષરતાનું પ્રમાણ વધ્યા બાદ લાલુપ્રસાદના શાસન સમયની પોલ ખુલી રહી છે. 

વિપક્ષે ચૂંટણી પ્રચાર બહુ વહેલો કરી દીધો છે. તેની પાસે રહેલો મહત્વનો વોટચોરીનો મુદ્દો હવે જુનો બનતો જાય છે. મતદારો વિપક્ષી  નેતાઓ પાસેથી શું મળશે તે જાણવા મથે છે. પરંતુ વિપક્ષી નેતાઓની આક્ષેપબાજી વડા પ્રધાનને ટાર્ગેટ કરીને કરવામાં આવી છે. સત્તાધારી એનડીએ અને વિપક્ષ વચ્ચેના આક્ષેપબાજી દરમ્યાન તેમની એેકાદ ભૂલને ગાઇ વગાડીને લોકો સમક્ષ મુકાય છે. 

હાલમાં વિપક્ષના એક નેતાએ બિહારના લોકોને બીડી સાથે સરખાવતાં ભાજપ તે મુદ્દો ચગાવી રહ્યું છે. કોંગ્રેસના કેરળ યુનિટના એક સભ્યે બિહારના લોકોને બીડી સાથે  સરખાવતાં તે મુદ્દો ભાજપને મફતમાં મળી ગયો છે એવીજ રીતે વડાપ્રધાન મોદીની માતાને ટાર્ગેટ કરીને બોલાતા અપશબ્દોનો મુદ્દો પણ ભાજપ ચગાવી રહ્યું છે. ભાજપના બે નેતાઓ રવિશંકર પ્રસાદ અને પિયુષ ગોયેલ બિહારના લોકો સમક્ષ જઇને વિપક્ષની મેન્ટાલીટી કેવી છે તે ચીતરી રહ્યા છે.

ચૂંટણી પંચ બંધારણીય સંસ્થા છે તેની સામેના કોંગ્રેસે કરેલા આક્ષેપો ગળે ઉતરે એવા નથી. ચૂંટણી પંચ સાબિતી માંગે છે પરંતુ વિપક્ષ કોઇ નક્કર દસ્તાવેજ આપી શક્યું નથી.  બિહારની ચૂંટણી એક રાજ્યની છે. તેમાં હાર જીત થાયતો પણ ભાજપના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારને ઉની આંચ આવવાની નથી . એક વાત નિશ્ચિત છે કે જે રીતે તેજસ્વી યાદવ અને રાહુલ ગાંધી પ્રચાર કરી રહ્યા છે તે જોતાં એમ કહી શકાય કે બિહારની એનડીએ સરકાર સામે પડકાર ઉભો કરી શક્યા છે. ચૂંટણી પ્રચાર દરમ્યાન ભાજપ સામે કરાયેલા આક્ષેપ સંબંધે ભાજપના નેતાઓ વ્યૂહાત્મક રીતે ચૂપ રહીને વિપક્ષને અકળાવી રહ્યા છે.વિપક્ષના કેટલાક નેતાઓ એમ માનીને ચાલી રહ્યા છેકે બિહારમાં વિપક્ષની સરકાર આવશે અને મુખ્યપ્રધાન તેજસ્વી યાદવ બનશે. તેમની આ માન્યતાએ તેમને વધુ બે શરમ અને ઉદ્ધત બનાવ્યા છે એમ કહી શકાય.

બિહારમાં હજુ ચૂંટણીની જાહેરાત બાકી છે. કોંગ્રેસ અને વિપક્ષે શરૂ કરેલી તૂં-તા વાળી આક્ષેપબાજીનો લોકો કેટલી આવકારશે તે પરિણામોમાં ખબર પડશે પરંતુ કેટલીક વાર વિપક્ષ જ્યારે મર્યાદા ગુમાવે છે ત્યારે હાથમાં આવેલી બાજી ખોવાનો વારો આવે છે.