- 2026 યર ઓફ ઇલેક્શન બની રહેશે
- ઇનસાઇડ સ્ટોરી
- આગામી વર્ષે આસામ, કેરળ, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડીચેરીમાં વિધાનસભાની ચૂંટણીઓ
બિહારમાં નિતીશ સરકાર કામ કરતી થઇ ગઇ છે. સત્તાધારી પક્ષ અને વિરોધ પક્ષ વચ્ચેની ચૂંટણી સમયે ઉભી થયેલી ખટાશ હવે મંદ પડી ગઇ છે. દરેક પોતાને જે મળ્યું તે સાચવીને બેસી રહ્યા છે. રાજકીય પક્ષો ક્યારેય થાકતા નથી હોતા. પોતાના વિરોધીઓને ક્યારેય ઓછા આંકવા તૈયાર નથી હોતા. રાજકીય સત્તા મેળવવા માટેની તેમની લ્હાય ક્યારેય ઓછી થતી નથી. વારંવાર મળતી હારથી રાજકીય પક્ષો ક્યારેય હતાશ થતા નથી.
ભારતની લોકશાહીની મજાજ એ છે કે રાજકીય પક્ષો સતત સત્તા માટે યુધ્ધની જેમ લડતા હોય છે. બિહારની હારને ખંખેરીને વિપક્ષનું ગઠબંધન ફરી સક્રીય બની ગયું છે. ૨૦૨૬નું વર્ષ તો યર ઓફ ઇલેક્શન તરીકે રહેવાનું છે. કેમકે આસામ, કેરળ, તમિળનાડુ, પશ્ચિમ બંગાળ અને પુડીચેરીમાં ચૂંટણી છે. ભાજપ માટે અગ્નિ પરીક્ષાનો સમય છે કેમકે કેરળ, તમિળનાડુ અને પ.બંગાળમાં ભાજપે વિપક્ષ સામે સીધી ટક્કર આપવાની છે.
સૌથી મોટો જંગ પ.બંગાળનો છે જેમાં વિજય મેળવવો એ ભાજપ માટે સપનાં સમાન ગઇ ચૂંટણીમાં લાગતું હોવા છતાં ત્યાં ભાજપ બેઠકો જીતી લાવ્યું હતું. સામે છેડે મમતા બેનરજી ભાજપને ફાવવા દેવાના મૂડમાં નથી. ભાજપ પ.બંગાળમાં જીતે તો તે લોકસભામાં બહુમતી મેળવવા સમાન જીત કહી શકાય પરંતુ ભાજપ જાણે છેકે પ.બંગાળ પર મમતાએ પકડ વધારી છે અને બહુ ઊંચા સપનાં જોવાનો કોઇ અર્થ નથી.
ભાજપ આ વખતે પ.બંગાળમાં મમતા સરકારને જોરદાર ટક્કર આપશે અને મમતાને હંફાવશે એવી રીતે તમિળનાડુની સ્થિતિ છે.ભાજપ માટે જયલલિથાના પક્ષ અન્નાડીએમકેના ભરોસે બેઠો છે.
તમિળનાડુની વર્તમાન સરકાર ડીએમકે પાસે છે. કોંગ્રેસ સાથે તે વફાદાર છે. પરંતુ અભિનેતા વિજયનો રાજકીય પક્ષ કોની સાથે જોડાણ કરે છે તે મહત્વનું છે.
ભારતના બે મુખ્ય રાજકીય પક્ષોની કમનસીબી એ છેકે બંને કોંગ્રેસ અને ભાજપ માટે તમિળનાડુ અને પ.બંગાળના પ્રાદેશિક પક્ષો હંફાવી રહ્યા છે. તમિળનાડુમાં પ્રાદેશિક પક્ષ ડીએમકે મોખરે છે તો પ.બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ મુખ્ય રાજકીય પક્ષો કરતાં વધુ શક્તિશાળી છે. જ્યારે જયલલિથા અન્નાડીએમકેમાં સર્વેસર્વા હતા ત્યારે ભાજપ સાથે જોડાણ ઇચ્છતા હતા. બંને પક્ષ વચ્ચે હેટ એન્ડ લવના સંબંધો હતા છતાં જોડાણ રહેતું હતું. હવે જ્યારે જયલલિથા નથી ત્યારે ભાજપ માટે કસોટી થવાની છે.
હાલની વાત કરીએે તો ભાજપ પાસે તમિળનાડુમાં મજબૂત સંગઠન નથી જ્યારે ડીએમકે અને કોંગ્રેસ વચ્ચે મજબૂત જોડાણ છે. ભાજપ સૌથી વધુ મહેનત પ.બંગાળમાં કરશે. જ્યારે જ્યોતિ બાસુ મુખ્ય પ્રધાન હતા ત્યારથી ભાજપ પ.બંગાળ સર કરવાના સપનાં સેવે છે પરંતુ મમતા બેનરજીએ ભાજપને ફાવવા દીધું નથી.
વિપક્ષના ગઠબંધનમાં સૌથી મજબૂત રાજકીય પક્ષ તરીકે તૃણમૂલ કોંગ્રેસ છે. પ.બંગાળમાં મમતા સરકાર ફરી જીતશે તો તે લોકસભાના જંગમાં વિપક્ષના વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકેની દાવેદારી બહુ મજબૂતાઇથી કરી શકસે.
રાજકીય પક્ષો માટે ૨૦૨૬નું વર્ષ નવી વ્યૂહરચના અને નવા ચૂંટણી મુદ્દા શોધવાની સાથે વણાયેલું રહેવાનું છે. મોંઘવારી, બેરોજગારી અને ભૂખમરા જેવા મુદ્દાઓથી મતદારોની સંવેદનશીલતા જીતી શકાતી નથી.


