Health

મેડિકલ સ્ટોર પરથી પૂછીને એન્ટિબાયોટિક ખાવાની આદત છોડી દેજો! ICMRએ આપી ગંભીર ચેતવણી

By GS Team
23 Nov 20262 mins read
TukuTouch Logo
ICMRના રિપોર્ટ મુજબ, ભારતમાં એન્ટિબાયોટિક્સ દવાઓ હવે સામાન્ય ચેપ સામે બેઅસર થઈ રહી છે. યુરિન ઇન્ફેક્શન અને ન્યુમોનિયામાં વપરાતી 'સેફોટેક્સિમ' દવા 'ઇ. કોલાઈ' સામે માત્ર 18.4% જ અસરકારક રહી છે. 'કાર્બાપેનેમ્સ' જેવી શક્તિશાળી દવાઓ પણ 'ક્લેબસિએલા ન્યુમોનિયા' સામે 33% અને 'એસિનેટોબેક્ટર બૉમની' સામે 91.1% નિષ્ફળ રહી છે. આ ગંભીર સમસ્યા નાના શહેરોની હોસ્પિટલોમાં પણ ફેલાઈ છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મેડિકલ સ્ટોર પરથી પૂછીને એન્ટિબાયોટિક ખાવાની આદત છોડી દેજો! ICMRએ આપી ગંભીર ચેતવણી

ICMR Antibiotics Warning : શરદી, ઉધરસ કે તાવ આવે ત્યારે શું તમે પણ ડૉક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના સીધા મેડિકલ સ્ટોર પરથી દવાઓ લઈ આવો છો? જો આવું કરતા હો, તો તમારે તરત જ આ આદત બદલવાની જરૂર છે. દેશની અગ્રણી મેડિકલ સંસ્થા ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) એ એક મહત્ત્વપૂર્ણ ખુલાસો કર્યો છે.

ICMRના રિપોર્ટમાં શું ખુલાસો થયો છે?

આપણે જે એન્ટિબાયોટિક દવાઓ પર સૌથી વધુ વિશ્વાસ કરીએ છીએ, તે હવે આપણા શરીરના ચેપ સામે હારવા લાગી છે. આવું ICMR ના નવા રિપોર્ટમાં સામે આવ્યું છે. તો ચાલો જાણીએ કે આ ચોંકાવનારા રિપોર્ટમાં શું છે.

સામાન્ય ચેપ સામે બેઅસર થતી દવાઓ

ICMR ના 'એન્ટિમાઇક્રોબિયલ રેઝિસ્ટન્સ સર્વેલન્સ એન્ડ રિસર્ચ નેટવર્ક' એ પોતાનો વર્ષ 2025 નો વાર્ષિક રિપોર્ટ જાહેર કર્યો છે. આ રિપોર્ટના આંકડા દર્શાવે છે કે યુરિન ઇન્ફેક્શન (UTI) અને ન્યુમોનિયા જેવા સામાન્ય પરંતુ પીડાદાયક ચેપની સારવારમાં 'સેફોટેક્સિમ' નામની દવાનો ખૂબ ઉપયોગ થાય છે. જોકે, જ્યારે હોસ્પિટલોમાં 'ઇ. કોલાઈ' બેક્ટેરિયાના સેમ્પલ પર આ દવાની ચકાસણી કરવામાં આવી, ત્યારે તે માત્ર 18.4% કિસ્સામાં જ ચેપ સામે લડવામાં સફળ થઈ શકી.

જ્યારે મેડિકલ સાયન્સના 'બ્રહ્માસ્ત્ર' પણ નિષ્ફળ જવા લાગ્યા

મેડિકલ જગતમાં 'કાર્બાપેનેમ્સ' જેવી એન્ટિબાયોટિક્સને એક રીતે છેલ્લું અને સૌથી શક્તિશાળી હથિયાર માનવામાં આવે છે. જ્યારે અન્ય તમામ દવાઓ કામ કરવાનું બંધ કરી દે ત્યારે તેનો ઉપયોગ થાય છે, પરંતુ રિપોર્ટ મુજબ હવે આ શક્તિશાળી દવાઓનો પ્રભાવ ઓછો થઈ રહ્યો છે.

  • ક્લેબસિએલા ન્યુમોનિયા: આ ગંભીર ચેપ ફેલાવતા બેક્ટેરિયા સામે હવે 'કાર્બાપેનેમ્સ' જેવી શક્તિશાળી દવાઓ માત્ર 33% જેટલી જ અસર બતાવી રહી છે.
  • એસિનેટોબેક્ટર બૉમની: આ આંકડો સૌથી વધુ ચિંતાજનક છે. ઘણી વખત ક્રિટિકલ કેરના દર્દીઓને હોસ્પિટલમાં જ ન્યુમોનિયા કે બ્લડસ્ટ્રીમ ઇન્ફેક્શન થઈ જતું હોય છે, જેના કારણે આ બેક્ટેરિયા જોવા મળે છે. તપાસમાં સામે આવ્યું કે 91.1% સેમ્પલમાં આ બેક્ટેરિયા પર શક્તિશાળી દવા 'કાર્બાપેનેમ્સ' ની કોઈ અસર થતી નથી.
    

નાના શહેરો અને હોસ્પિટલો સુધી પહોંચ્યો ખતરો

જો તમને લાગતું હોય કે આ સમસ્યા ફક્ત મોટા શહેરોની અમુક હોસ્પિટલો પૂરતી જ સીમિત છે, તો ICMR તરફથી સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે દવાઓ બેઅસર થવાની આ સમસ્યા નાની હોસ્પિટલો સુધી પણ ઊંડા મૂળિયાં નાખી ચૂકી છે.