Health

પોલીસના હથિયાર એવા 'ટીયર ગેસ'ની લોકો પર શું થાય છે અસર જાણો

By GS Team
11 Oct 20192 mins read
This article was originally published on 11 Oct 2019
પોલીસના હથિયાર એવા 'ટીયર ગેસ'ની લોકો પર શું થાય છે અસર જાણો

નવી દિલ્હી, 11 ઓક્ટોબર 2019, શુક્રવાર

દુનિયાભરના દેશોમાં જ્યારે પ્રદર્શન કે વિરોધ દર્શાવતા લોકો બેકાબૂ બને તો સૌથી પહેલા પોલીસ ટીયર ગેસનો પ્રયોગ કરે છે. ટીયર ગેસનો સૌથી પહેલા ઉપયોગ વર્ષ 1914માં થયો હતો એટલે કે આજથી 105 વર્ષ પહેલા. આ વાત પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાનની છે. તે સમયે આ ગેસનો ઉપયોગ કરી દુશ્મન સેનાની પાછી ધકેલવા કરાયો હતો. વર્તમાન સમયમાં પણ પોલીસ બેકાબૂ લોકોને કાબૂમાં કરવા આ ગેસનો ઉપયોગ કરે છે. ગોળી ચલાવવા કરતાં અનેકગણું સુરક્ષિત હોય છે ટીયર ગેસનો પ્રયોગ. 

શું છે ટીયર ગેસ

ટીયર ગેસમાં ઓક્લોરોબેંજિલિડીન મૈલોનીટ્રાયલ, ડિબેંજોક્સાજેપાઈન અને ફેનાસિલ ક્લોરાઈડ હોય છે. આ કેમિકલ્સને દંગા નિયંત્રક એજન્ટ તરીકે પ્રયુક્ત કરાયા છે. કારણ કે તે આંખમાં કોર્નિયાની નસો પર અસર કરે છે અને તેના કારણે આંસૂ નીકળવા લાગે છે. એક રિપોર્ટ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ટીયર ગેસના ઉપયોગનું પ્રમાણ વધ્યું છે. તુર્કી, યૂએન, હોંગકોંગ, ગ્રીસ, બ્રાઝીલ, મિસ્ત્ર અને બહરીનમાં લોકોના ટોળા પર ખુલ્લેઆમ આ ગેસનો ઉપયોગ થાય છે. 

આંસૂ ગેસના પ્રયોગથી સમસ્યા

ટીયર ગેસનો શરીર પર ઘેરો પ્રભાવ પડે છે. માત્ર 20 સેકન્ડમાં તે અસર કરવા લાગે છે અને 15 મિનિટ સુધી તેના કારણે માણસને તકલીફ થાય છે. દુનિયામાં સૌથી વધારે સીએસ ટીયર ગેસનો પ્રયોગ થાય છે. 2018માં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર શરીરમાં બે પ્રકારના સેલ્સ હોય છે જે દુખાવાનો અનુભવ કરાવે છે. એક ટીઆરપીએ1 અને ટીઆરવીએ1. દુનિયાભરમાં ઉપયોગમાાં આવતી ટીયર ગેસમાં તેમાંથી એક એક્ટિવ કરે છે. તેના આધારે આંસૂને પણ બે શ્રેણીમાં વિભાજીત કરાયા છે. પહેલું ટીઆરપીએ1 એક્ટિવિંગ એજન્ટ જેમાં 2 ક્લોરો બેંજાઈન નાઈટ્રાઈલ સીએસ ગેસ નામનું કેમિકલ હોય છે. અમેરિકામાં આ એજન્ટના ઉપયોગની અનુમતિ છે. પરંતુ આજકાલ ટીયર ગેસમાં સિલિકોનનો ઉપયોગ થવા લાગ્યો છે. જેનાથી પર્યાવરણને પણ નુકસાન થાય છે અને લોકોને પણ તે વધારે તકલીફ કરાવે છે. આસૂં ગેસની બીજી શ્રેણી સીઆર અને સીએન છે જે સીએસથી વધારે પાવરફુલ હોય છે. 

સીએસના કારણે શરીરમાં દુખાવો વધારે થાય છે. આંખોમાં બળતરા થાય છે અને આંસૂ આવે છે. તેનાથી આંખ લાલ થઈ જાય છે અને ગળામાં પણ બળતરા થાય છે. તેના કારણે વ્યક્તિને ભારે ખાંસી આવે છે અને માથા, છાતીમાં દુખાવો થવા લાગે છે. 

આંસૂ ગેસથી થતા ભયંકર નુકસાન

આંસૂ ગેસથી ગર્ભવતી મહિલાઓમાં ગર્ભપાત થવાની ઘટના વધે છે. તેના દુષ્પરિણામમાં અસ્થમાનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત ત્વચામાં બળતરા, સોજો પણ આવી શકે છે. એક મેડિકલ જર્નલમાં લખવામાં આવ્યું હતું કે હોંગકોંગમાં અમાનવીય રીતે આંસૂ ગેસનો પ્રયોગ કરવામાં આવ્યો. ચેતવણી આપ્યા વિના પ્રદર્શનકારીઓ પર ભારે માત્રામાં ટીયર ગેસ છોડવામાં આવ્યો.