Health

દૂધમાં ઉમેરો માત્ર આ 1 વસ્તુ અને બીમારીઓ અને નબળાઈ થઈ જશે છૂમંતર

By GS Team
26 Aug 20191 min read
This article was originally published on 26 Aug 2019
દૂધમાં ઉમેરો માત્ર આ 1 વસ્તુ અને બીમારીઓ અને નબળાઈ થઈ જશે છૂમંતર

નવી દિલ્હી, 26 ઓગસ્ટ 2019, સોમવાર

દૂધ જે શરીર માટે જરૂરી અને પોષક તત્વ સમાન છે, તે શરીરમાંથી કેલ્શિયમની ખામી દૂર કરે છે. પરંતુ ગરમ દુધમાં જો સુકા ખજૂર કે ખારેક પલાળી અને તેને પીવામાં આવે તો તેનાથી દૂધથી લાભમાં બમણો વધારો થઈ જાય છે. 

ખારેકમાં વધારે પ્રમાણમાં વિટામિન, મિનરલ્સ, ફાયબર, આયરન અને કેલ્શિયમ જેવા પોષક તત્વો હોય છે. તેને ગરમ દૂધ સાથે ખાવાથી અનેક લાભ થાય છે. તેનાથી વ્યક્તિના શરીરની અનેક બીમારીઓ દૂર થાય છે. આ ઉપરાંત શરીરની નબળાઈ પણ દૂર થાય છે. 

ખાસ કરીને ઠંડકના વાતાવરણ કે શિયાળામાં તેને નિયમિત પીવાથી શરીરમાંથી રક્તની ખામી દૂર થાય છે. સ્નાયૂ મજબૂત બને છે. જો પુરુષોમાં શુક્રાણુઓની ખામી હોય તો તેને પણ આ દૂધ દૂર કરે છે. તેનાથી વ્યક્તિની પાચનક્રિયા પણ સુધરે છે. જો કબજિયાતની સમસ્યા રહેતી હોય તો તેનાથી પણ છૂટકારો મળી જાય છે.