Health

કેન્સરની સારવારની 17 દવાઓ પરની કસ્ટમ્સ ડયૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો

By GS TEAM
1 Feb 20262 mins read
કેન્સરની સારવારની 17 દવાઓ પરની કસ્ટમ્સ ડયૂટીમાં ઘટાડો કરવામાં આવ્યો

- બજેટમાં બેગજ રૂલ્સ હળવા કરવામાં આવ્યા

- અંગત વપરાશ માટેની વસ્તુઓ પરની આયાત ડ્યૂટી 20 ટકાથી  ઘટાડી 10 ટકા કરવામાં આવી

- વિવાદને કારણે બાકી રહી ગયેલી કસ્ટમ્સ ડયૂટી પેનલ્ટી વિના જ ચૂકવી શકાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી

(પ્રતિનિધિ તરફથી)

અમદાવાદ: આજે સંસદમાં રજૂ કરવામાં આવેલા બજેટમાં નાણાં મંત્રીએ કેન્સરની વિદેશથી આયાત કરવામાં આવતી ૧૭ જેટલી દવાઓ પરની આયાત ડયૂટીમાં ઘટાડો કરવાનો નિર્ણય લીધો છે.  તેની સાથે સાથે જ બેગેજ માટેના નિયમો પમ હળવા કરવામાં આવ્યા છે. અંગત વપરાશ માટેની વસ્તુઓ પરની આયાત ડયૂટી ઘટાડીને ૧૦ ટકા કરી દીધી છે.

કાર્ગો ક્લિયરન્સ માટે સિંગલ વિન્ડો ચાલુ કરવાનો પણ નિર્ણય કરવામાં આવ્યો છે. નિયમિત આયાત કરનારાઓના કન્ટેઈનરની ચકાસણી મર્યાદિત પ્રમાણમાં કરવામાં આવશે. તેમ જ ડયૂટીની ચૂકવણીની પ્રક્રિયાને સરળ બનાવી દેવામાં આવી છે.  સરકાર સાથેના વિવાદને કારણે પ્રાામાણિક કરદાતાઓની બાકી રહી ગયેલી કસ્ટમ્સ ડયૂટી પેનલ્ટી વિના જ ચૂકવી શકાય તેવી વ્યવસ્થા દાખલ કરવામાં આવી છે. આ સાથે જ કસ્ટમ્સ ઇન્ટિગ્રેટેડ સિસ્ટમ ચાલુકરવાની પણ આજે બજેટમાં જાહેરાત કરવામાં આવી છે. ૨૦૧૫ની સાલના બેગેજ રૂલ્સ હેઠળ નેપાળ, ભૂતાન ને મ્યાંમાર સિવાયના દેશોમાંથી આવતા નાગરિકોને રૂા. ૫૦,૦૦૦ના મૂલ્ય સુધીનો સામાન ડયૂટી ભર્યા વિના જ આયાત કરવાની છૂટ આપવામાં આવી હતી. 

એડવાન્સ રૂલિંગના નિર્ણયો કસ્ટમ્સના સત્તાવાળાઓએ પાંચ વર્ષ સુધી માન્ય રાખવાના રહેશે. અગાઉ આ મર્યાદા ત્રણ વર્ષની રાખવામાં આવી હતી. કસ્ટમ્સ વેરહાઉસની સિસ્ટમમાં ફેરફાર કરીને વેરહાઉસને ઓપરેટર સેન્ટ્રીક સિસ્ટમ એટલે કે તેનું સંચાલન કરનારને કેન્દ્રમાં રાખીને ચાલતી સિસ્ટમમાં રૂપાંતરિત કરવા માગે છે. તેમાં જાતે જ ડયૂટીની પાત્રતા ધરાવતા સામાનની જાહેરાત કરવાની સિસ્ટમને સમાવી લેવામાં આવશે. અત્યારે અધિકારીઓ પર આધારિત સિસ્ટમ છે. તેનાથી દૂર જતી નવી સિસ્ટમ આધિકારીઓ પરનો આધાર ઓછો કરશે. 

- - ફોતરાં સાથેની બદામ પરની આયાત ડયૂટી કિલોદીઠ રુ. ૪૨થી ઘટાડીને ૩૫ કરવામાં આવી

- અખરોટ પરની આયાત ડયૂટી ૧૨૦ ટકાથી ઘટાડીને ૧૦૦ ટકા કરવામાં આવી

- ગ્રીઝ વૂલ પરની આયાત ડયૂટી ૩૦ ટકાથી ઘટાડીને ૧૫ ટકા કરી

- મખાણા પરની આયાત ડયૂટી ૧૫૦ ટકાથી ઘટાડીને ૩૦ ટકા કરવામાં આવી

- નેચરલ ગ્રેફાઈટ પરની ડયૂટી ૫ ટકાથી ઘટાડીને ૨.૫ ટકા કરી આપી

- નોન મેટલ નેચર સેન્ડ-રેતી પરની આયાત ડયૂટી ૫ ટકાથી ઘટાડી શૂન્ય ટકા કરી આપી

-  કોલસાની આયાત પરની ડયૂટી ૫ ટકાથી ઘટાડીને ૨.૫ ટકા કરી

- ફોસ્ફેટિક એસિડ પરની આયાત ડયૂટી ૭.૫ટકાથી ઘટાડીને ૫ ટકા કરી

- લિથિયમ પરની આયાત ડયૂટી ૭.૫ટકાથી ઘટાડીને શૂન્ય ટકા કરી 

- પોટેશિયમ નાઈટ્રેટ પરની આયાત ડયૂટી ૭.૫ ટકાથી ઘટાડી શૂ ન્ય ટકા કરી

- ઝિન્કના ભંગારની આયાત પરની ડયૂટી ૫ ટકાથી ઘટાડી શૂન્ય ટકા કરી