Health

કાગડાઓમાં વધી રહ્યું છે કોલેસ્ટ્રોલ, કારણ કે...

By GS Team
26 Nov 20192 mins read
This article was originally published on 26 Nov 2019
કાગડાઓમાં વધી રહ્યું છે કોલેસ્ટ્રોલ, કારણ કે...

તમે સાંભળ્યું જ હશે કે આપણે જે ખાઈએ છીએ તેવા જ આપણે બનીએ છીએ, 'અન્ન એવાં ઓડકાર'. આજકાલ પોતાના સ્વાસ્થ્યને લઈને લોકો બહુ સતર્ક થવા લાગ્યાં છે જે આપણને તેમના ખોરાક પર પણ જોવા મળે. જેનું મુખ્ય કારણ એ છે કે આપણે બીમારીઓથી બચવા માગીએ છીએ. ખોરાકમા વધારે ગડબડ થાય તો બ્લડ શુગર વધી શકે છે અને જો વધારે કોલેસ્ટ્રોલવાળો ખોરાક લઈએ તો તમારા હૃદય પર માઠી અસર થાય છે.

જોકે સારી વાત એ બની છે કે હવે આપણે આપણા સ્વાસ્થ્યને લઈને વધારે જાગૃત બન્યાં છીએ, પોતાની ખાણીપીણીની આદતો પર પણ ધ્યાન આપીએ છીએ. પરંતુ મુંગા જાનવરોનું શું પોતાના ખોરાક માટે તેઓ આપણી પર જ નિર્ભર હોય છે. તમને નવાઈ લાગશે પણ એક રિસર્ચમાં એવું જાણવા મળ્યું છે કે જે કાગડા શહેરમાં રહે છે તેમનામાં કોલેસ્ટ્રોલ કોલેસ્ટ્રોલનું સ્તર ગામડામાં રહેતા કાગડાઓ કરતા વધારે છે.

આ રિસર્ચ પાંડોર લોજિકલ એપ્લિકેશન જર્નલમાં પ્રકાશિત થયું હતું. વાત એમ છે કે પ્રાણીઓ પાસે એ વિકલ્પ નથી કે તેઓ પોતાનો ખોરાક જાતે બનાવી શકે. એને પેટ ભરવા માટે આપડા પર જ આધારિત રહેવું પડે છે. રિસર્ચરોનું માનવું છે કે આમ થવા પાછળ માણસે ફેંકેલા ચીઝ બર્ગર જવાબદાર હોઈ શકે છે.

આ રિસર્ચ માટે રીસર્ચર્સે કેલિફોર્નિયામાં શહેરથી ગામની તરફ જતા રસ્તાપર માળો બાંધીને રહેતા 140 કાગડાના લોહીમાં કોલેસ્ટ્રોલનું લેવલ કેટલું છે.તેના સેમ્પલ લીધા જેમાં ચોંકાવનારા પરિણામોમાં તેમને  જાણવા મળ્યું કે જેટલુ વાતાવરણ શહેરી હતું ત્યાંના કાગડાઓના લોહીમાં કોલેસ્ટેરોલનું લેવલ પણ વધારે જોવા મળ્યું.

કાગડાના ભોજનમાં માણસોના ભોજનની અસર જાણવા માટે ગ્રામ્ય વિસ્તારમાં માળો બાંધીને રહેવા માળા આપવામાં આવ્યા અને એમને મેકડોનાલ્ડના ચીઝ બર્ગર આપ્યાં ત્યારબાદ તેમની સાથે રહેતા એવા કાગડાના બ્લડ કોલેસ્ટ્રોલના લેવલને સરખામણી કરવામાં આવી જેમણે  ભોજન જાતે શોધ્યુ હોય. શહેરમાં રહેતા કાગડાઓની જેમ જ ચીઝ બર્ગર ખવડાવવામાં આવ્યુ હોય તેવાં કાગડાઓમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ પણ વધારે જોવા મળ્યું.

રિસર્ચર્સે  કહ્યું કે પક્ષીઓનો વિકાસ આવા ખોરાક માટે નથી થયો અને એના તેમની પર નકારાત્મક પરિણામો થઈ શકે છે.