Get The App

સવારમાં આ ફૂડ્સ ખાવાનું ન ચૂકતાં, મેટાબોલિઝમ ઝડપથી કામ કરશે

Updated: Jun 15th, 2025

GS TEAM

Google News
Google News
સવારમાં આ ફૂડ્સ ખાવાનું ન ચૂકતાં, મેટાબોલિઝમ ઝડપથી કામ કરશે 1 - image


Healthy Morning Foods : આપણામાં કહેવત છે કે પહેલુ સુખ તે જાતે નર્યા. સવારે ઉઠ્યા પછી આખા દિવસની દિશા નક્કી થાય છે, અને જાગ્યા પછી તમે તરત જે પણ ખાઓ છો, તે વાત પર નિર્ભર છે કે, તમારુ શરીરની કેલરી કેટલી સારી રીતે બાળી શકે છે. તમે નાસ્તામાં મેટાબોલિઝ્મ વધારતાં ફુડ્સને સામેલ કરવાથી પાચનમાં સુધારો આવે છે, તેમજ એવર્જી લેવલને બેલેન્સ કરે છે અને શરીરને હેલ્ધી રાખે છે. પ્રોટીનથી ભરપુર ઈંડાથી લઈને ફાયબર યુક્ત ઓટ્સ સુધી અમે તમને એવી કેટલીક વસ્તુઓ વિશે કહેવા જઈ રહ્યા છીએ, જે દરરોજ સવારે ખાવાથી તમારુ મેટાબોલિઝ્મને બૂસ્ટ કરે છે. 

આ પણ વાંચો : શું તમે પણ ડાયાબિટીસના દર્દી છો, સવારે આ હેલ્ધી ડ્રિંક્સથી કરો દિવસની શરુઆત

મધ સાથે ગરમ લીંબુ પાણી પીવો 

તમે દિવસની શરૂઆત ગરમ પાણી સાથે લીંબુના રસનું એક ટીપું અને એક ચમચી મધ સાથે લો. આમ કરવાથી  તમારા મેટાબોલિઝ્મ ઝડપી બને છે. લીંબુ લીવરને ડિટોક્સ કરવામાં મદદ કરે છે, અને મધ એ કુદરતી ઉર્જા પ્રદાન કરે છે, જે તમારા શરીરને સારી કેલરી બર્ન કરવા માટે તૈયાર કરે છે.

પલાળેલી બદામ

રાત્રે પલાળેલી બદામ સવારે ખાવાથી તે  પચવામાં સરળ રહે છે અને તેમાં પ્રોટીન અને સારી ચરબી હોય છે. સવારે ખાલી પેટે થોડી બદામ ખાવાથી ભૂખ ઓછી લાગે છે અને સ્નાયુને જાળવવામાં મદદ મળે છે, જે હેલ્ધી મેટાબોલિઝ્મ દર માટે જરૂરી છે.

ગ્રીક દહીં

આ પ્રોટીનયુક્ત ખોરાકમાં આંતરડાને અનુકૂળ પ્રોબાયોટિક્સ પણ હોય છે, જે પાચન અને મેટાબોલિઝ્મમાં ભૂમિકા ભજવે છે. તે ભૂખને નિયંત્રિત કરે છે અને એનર્જી લેવલને સ્થિર રાખે છે.

ઓટ્સ

ઓટ્સનો ગરમ વાટકો તમારા શરીરને ફાઇબર આપે છે, જે પાચનમાં મદદરુપ થાય છે અને તમને લાંબા સમય સુધી પેટ ભરેલું રાખે છે. તે બ્લડ સુગરને પણ સ્થિર રાખે છે અને એનર્જીને ક્રેશ થતા બચાવે છે.

ગ્રીન ટી 

ગ્રીન ટીમાં ભરપુર માત્રામાં એન્ટીઑકિસડન્ટ રહેલા છે જે ચરબી બર્ન કરવામાં મદદ કરે છે. સવારે વહેલા પીવાથી તમારા મેટાબોલિઝ્મમાં વધારો થાય છે અને તમારા શરીરને હાઇડ્રેટ પણ રાખે છે.

આ પણ વાંચો : કેરી સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુ,ઝાડાની સાથે ચામડીમાં પણ થઈ શકે છે સમસ્યા

ઈંડા

ઈંડામાં પ્રોટીન, વિટામિન અને ખનિજોનો ભંડાર છે. તે સ્નાયુઓને મજબૂત રાખવામાં  મદદ કરે છે અને તમને પેટ ભરેલું રાખે છે, જેનાથી તમે દિવસભર ઓછું ખાઓ તો પણ વિકનેસ જેવુ નહીં લાગે અને તમારા મેટાબોલિઝ્મ સ્થિર રહે છે. 

પીનટ બટર

પીનટ બટર સાથે સફરજન એક સરળ મિશ્રણ છે. તે ફાઇબર, નેચરલ શુગર અને હેલ્ધી ચરબી પ્રદાન કરે છે. આ એનર્જીને બેલેન્સ કરે છે અને મેટાબોલિઝ્મને એક્ટિવ રાખે છે. 

Tags :