Get The App

કેરી સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુ,ઝાડાની સાથે ચામડીમાં પણ થઈ શકે છે સમસ્યા

Updated: Jun 10th, 2025

GS TEAM


Google News
Google News

કેરી સાથે ક્યારેય ન ખાવી જોઈએ આ વસ્તુ,ઝાડાની સાથે ચામડીમાં પણ થઈ શકે છે સમસ્યા 1 - image

Mixing mango and milk: ઉનાળાની ઋતુ શરુ થતાં જ બજારમાં મેંગો શેક વેચાવા લાગે છે. મેંગો શેક પીવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે, પરંતુ તેને પીવું તમારા સ્વાસ્થ્ય માટે બિલકુલ સારું માનવામાં આવતું નથી. આયુર્વેદ અનુસાર, દૂધ અને કેરીનું સેવન એક સાથે કરવું હાનિકારક માનવામાં આવે છે. કેરી એક મીઠું અને રસદાર ફળ છે, જેમાં નેચરલ સુગર અને ફાયબર હોય છે, જ્યારે દૂધ એક એનિમલ બેસ્ડ પ્રોડક્ટ છે. જેને પચાવવામાં વધારે સમય લાગે છે. જ્યારે બન્નેને એક સાથે સેવન કરવામાં આવે, તો તે કોમ્બિનેશન પાચનક્રિયામાં સમસ્યા ઉત્પન્ન કરી શકે છે. તો ચાલો જાણી લઈએ કે દૂધ અને કેરીનું સેવન શા માટે એક સાથે ન કરવું જોઈએ.

ટોક્સિન(ઝેર)નું જોખમ
આયુર્વેદ અનુસાર, કેટલાક ફળોની સાથે દૂધને મિશ્ર કરવાથી ટોક્સિનનું નિર્માણ થાય છે. કેરી સહિત કેટલાક ફળોને દૂધ સાથે ભેળવવાથી 'આમ'નું નિર્માણ થઈ શેક છે. માનવામાં આવે છે કે 'આમ' શરીરમાં જમા થાય છે.અને ઓછી ઇમ્યુનિટી, ત્વચાની સમસ્યા અને મેટાબોલિઝમ જેવી સમસ્યા ઊભી કરી શકે છે.

ત્વચા સંબંધિત સમસ્યા
કેરી અને દૂધ એક સાથે સેવન કરવાથી ત્વચા સંબંધિત સમસ્યાઓનો પણ સામનો કરવો પડે છે. કેરી અને દૂધનું સંયોજનથી ત્વચા પર ખીલ, ચકામા કે એલર્જી જેવી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.

લેક્ટોઝ ઇન્ટોલરન્સ સંબંધિત સમસ્યાઓ
જે લોકોને લેક્ટોઝ ઇન્ટોલરન્સ સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડે છે. તેમણે કેરી અને દૂધનું સેવન એક સાથે કરવું ન જોઈએ. કેરીમાં હાજર નેચરલ એસિડિટી શરીર માટે લેક્ટોઝને પચાવવાનું મુશ્કેલ બનાવી શકે છે. દૂધ સાથે કેરી ખાવાથી ઝાડા-ઊલટીની સમસ્યા થઈ શકે છે.

સ્વસ્થ વિકલ્પ
પાકેલી કેરીને દૂધમાં મિશ્ર કરવાને બદલે, તેને અલગ-અલગ પીવું વધુ સારું રહેશે. જો તમને મેંગો શેક પીવાનું મન થાય, તો કોશિશ કરો કે કેરી પાકેલી અને મીઠી હોય અને દૂધ કાં તો ઉકાળીને ઠંડું કરેલું હોવું જોઈએ અથવા પ્લાન્ટ-આધારિત હોવું જોઈએ (જેમ કે બદામનું દૂધ કે ઓટ મિલ્ક) જેથી ફર્મેન્ટેશનનું જોખમ ઓછું થાય.

Tags :