Gujarat

વારસાઇ માટે આપેલા દસ્તાવેજનો દુરપયોગ કરી જમીનનો બોગસ પાવર બનાવનાર ઝબ્બે

By GS Team
16 Mar 20221 min read
This article was originally published on 16 Mar 2022
વારસાઇ માટે આપેલા દસ્તાવેજનો દુરપયોગ કરી જમીનનો બોગસ પાવર બનાવનાર ઝબ્બે



- અડાજણની વડીલોપાર્જીત જમીન માટે ભરૂચની મહિલાએ વલસાડ રહેતા પિતરાઇને દસ્તાવેજ આપ્યા હતા

સુરત
અડાજણ વિસ્તારની કિંમતી જમીનના મૂળ વારસદારોએ વારસાઇ કરાવવા આપેલા આધારકાર્ડ અને ફોટા સહિતના ડોક્યુમેન્ટ્સનો દુરપયોગ કરી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી બારોબાર વેચી નાંખવાનો પ્રયાસ કરનાક પિતરાઇ ભાઇની અડાજણ પોલીસે ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે.
ભરૂચના અંકલેશ્વર તાલુકાના પીપલોદ ગામની આંગણવાડીની હેલ્પર રસીદા મુસ્તફા પટેલ (ઉ.વ. 44 રહે. મસ્જીદ ફળીયું, પીપરોદ, અંકલેશ્વર, ભરૂચ) ના પિતા ગુલામ મોહમંદ ઇબ્રાહીમ શેખની અડાજણના રે. સર્વે નં. 394 વાળી વડીલોપાર્જીત જમીનની વારસાઇ કરાવવા સગા પિતરાઇ ભાઇ મોશીમ ગુલામ કાદર શેખ (ઉ.વ. 38 રહે. સ્વાધ્યાય મંડળ રોડ, વિશ્રામ ગૃહની સામે, કિલ્લા પારડી, વલસાડ) ને આધારકાર્ડ સહિતના ડોક્યુમેન્ટ્સ આપ્યા હતા.


પરંતુ મોસીમે રસીદાના ડોક્યુમેન્ટ્સના આધારે એડવોકેટ એન્ડ નોટરી મહેન્દ્ર આઇ. ભગતના સહી-સિક્કાની મદદથી બોગસ પાવર ઓફ એટર્ની બનાવી 30 એપ્રિલ 2021 ના રોજ વકીલ મારફતે જમીન વેચાણ અંગેની નોટીસ વર્તમાન પત્રમાં આપી હતી. નોટીસને પગલે રસીદા સહિતના વારસદારોને જાણ થતા તેઓ ચોંકી ગયા હતા અને ત્રણ મહિના અગાઉ ફરીયાદ નોંધાવી હતી. આ ગુનામાં અડાજણ પોલીસે મોસીમની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે અગાઉ પોલીસે નોટરીની ધરપકડ કરી હતી.