Gujarat
શાહપુર ગામ પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત
By GS TEAM
22 Sep 20251 min read

- વિરમગામ- નળી સરોવર રોડ ઉપર
- શાહપુરથી વિરમગામ તરફ બસ પરત ફરતી હતી : 33 વર્ષના શાહપુરના બાઈક ચાલકનું મૃત્યુ
વિરમગામ : વિરમગામ નળ સરોવર રોડ ઉપર શાહપુર ગામ પાસે એસટી બસ અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં યુવાનનું મોત નિપજ્યું હતું.
શાહપુર વિરમગામ રૂટની એસટી બસ શાહપુર ગામથી વિરમગામ તરફ પરત ફરી રહી હતી. ત્યારે શાહપુર ગામના રણછોડભાઈ કોળી પટેલ (ઉં.વ.૩૩) બાઈક લઈને રોડ ઉપર નીકળી રહ્યા હતા. ત્યારે એસટી બસ સાથે અથડાતા બાઈક ચાલક ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યો હતો. ઈજાગ્રસ્તને ખાનગી વાહનમાં રામ છાપરી લઈ જવામાં આવ્યો હતો. ત્યાંથી વધુ સારવાર અર્થે ૧૦૮ મારફત વિરમગામ મહાત્મા ગાંધી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે રણછોડભાઈ કોળી પટેલને મૃત જાહેર કર્યો હતો. મૃતકની લાશને પીએમ કરી વાલી વારસોને સોંપવામાં આવી હતી.








