Gujarat

વટવામાં સ્લાઇડર બારી સાફ કરતા પાંચમા માળેથી પડતા યુવકનું મોત

By GS TEAM
25 Oct 20251 min read
વટવામાં  સ્લાઇડર બારી સાફ કરતા પાંચમા માળેથી પડતા યુવકનું મોત

અમદાવાદ, શનિવાર 

વટવામાં સદ્ભાવના ચાર માળિયા મકાનમાં રહેતા અને ફેબ્રીકેશનનું કામ કરતા યુવક તા. ૨૫ના રોજ સવારે ૧૦.૩૦ વાગે  પાંચમા માળે પોતાના મકાનની બારીનું સ્લાઇડર સાફ કરતા હતા. આ સમયે અચાનક પગ લપસી ગયો હતો જેના કારણે તેઓ નીચે જમીન ઉપર પટકાયા હતા.

લોહી નીકળતાં બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા

માથામાંથી લોહી નીકળતાં બેભાન હાલતમાં એલ.જી.હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં સારવાર  દરમિયાન યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વટવા પોલીસે અકસ્માતે મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.