Gujarat

જામનગરમાં યુવતી પર પાલતુ કૂતરાના પ્રશ્ને તકરાર થયા બાદ પાડોશી દંપત્તિ સહિત ત્રણ શખ્સોનો હુમલો

By GS TEAM
31 Dec 20251 min read
TukuTouch Logo
જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતી રશ્મીબેન રસિકભાઈ કનકરા નામની 45 વર્ષ ની યુવતીએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા દંપત્તિ રવિભાઈ ભાનુશાળી, તેની પત્ની અને કાનાભાઈ નંદા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં યુવતી પર પાલતુ કૂતરાના પ્રશ્ને તકરાર થયા બાદ પાડોશી દંપત્તિ સહિત ત્રણ શખ્સોનો હુમલો

Jamnagar Crime : જામનગરમાં કિસાન ચોક વિસ્તારમાં રહેતી રશ્મીબેન રસિકભાઈ કનકરા નામની 45 વર્ષ ની યુવતીએ પોતાના ઉપર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવા અંગે પાડોશમાં રહેતા દંપત્તિ રવિભાઈ ભાનુશાળી, તેની પત્ની અને કાનાભાઈ નંદા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.

 બંને પાડોશીઓ વચ્ચે પાલતુ કુતરા બાબતે તકરાર થઈ હતી. ફરિયાદી યુવતીનો પાલતુ કૂતરો આરોપીઓની ગાડી ઉપર ચડી ગયો હોવાથી તે વાતનું મનદુઃખ રાખીને આ હુમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે. જામનગરમાં હમીરપીર પાર્કમાં રહેતા અને કાપડની ફેરી કરતા ઈમરાન ગફારભાઈ પીંજારા નામના વેપારી યુવાને પથારો સાઇડમાં રાખવાના પ્રશ્ને પોતાના ઉપર હુમલો કરવા અંગે રાજુભાઈ કેશુભાઈ દેવીપુજક સામે ફરિયાદ નોંધાવી છે.