Gujarat
જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા યુવાન પર પૈસાની લેતી દેતીના મામલે હુમલો : ત્રણ સામે ફરિયાદ
By GS TEAM
1 Oct 20251 min read
જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા 27 વર્ષના યુવાને પોતાના ઉપર મુઠ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા 3 લોકો સામે ફરિયાદ નોંધાવી
Summarized by AI; it may make mistakes. Check important info
જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા 27 વર્ષના યુવાને પોતાના ઉપર મુઠ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા 3 લોકો સામે ફરિયાદ નોંધાવી
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Crime : જામનગરમાં હર્ષદ મિલની ચાલી વિસ્તારમાં રહેતા મુનાફ ઈકબાલભાઈ બ્લોચ નામના 27 વર્ષના યુવાને પોતાના ઉપર મુઠ અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે અમિત ભાનુશાળી, મનન સિંગરખીયા અને રોહિત રાજપૂત સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદી યુવાનને માથામાં ઇજા થવાથી લોહી લુહાણ બન્યો હતો, અને તેને જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં માથામાં ત્રણ ટાંકા લેવા પડ્યા છે. પૈસાની લેતી દેતીના મામલે આ હુમલો કરાયો હોવાનું પોલીસમાં જાહેર થયું છે.