Gujarat
અજાણ્યા વાહન અને બુલેટ અથડાતા યુવાનનું મોત
By GS TEAM
22 Jan 20261 min read

- લીંબોડા અને પીપળીયા ગામ વચ્ચે
- યુવાન બુલેટ લઈને પીપળીયા ગામે જતો હતો ત્યારે અકસ્માત સર્જાયો હતો
ભાવનગર : લીંબોડા અને પીપળીયા ગામ વચ્ચે અજાણ્યા વાહને બુલેટ પર જઈ રહેલા સાંગણપુરના યુવાનને અડફેટે લેતા યુવાનનું મોત નિપજ્યું હતું.
રાણપુર તાલુકાના સાંગણપુર ગામે રહેતા નરેશભાઈ ધુળાભાઈ વાટુકિયાના નાના ભાઈ નિલેષભાઈ ધુડાભાઇ વાટુકીયા ( ઉ.વ.૧૯ ) પોતાનું બુલેટ નંબર જીજે ૦૧ એમઝેડ ૬૦૫૭ લઈને સાંગણપરથી પીપળીયા ગામે જતાં તે દરમ્યાન લીંબોડા અને પીપળીયા ગામ વચ્ચે પહોંચતા કોઇ અજાણ્યા વાહન ચાલકે પુરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે માણસોની જીંદગી જોખ માય તે રીતે ચલાવી નિલેષભાઈના બુલેટ સાથે અથડાવી નિલેષભાઇને માથાના ભાગે ગંભીર ઇજા તથા છાંતીના ભાગે ઇજા તથા શરીરે નાની મોટી ઇજાઓ પહોંચાડતા યુવાનને ગંભીર હાલતે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ નરેશભાઈએ પાળીયાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.









