Gujarat

પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી

By GS TEAM
9 Dec 20252 mins read
પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી યુવાને ટ્રેન તળે પડતું મૂકી આત્મહત્યા કરી લીધી

બોટાદ તાલુકાના તાજપર ગામે

પત્ની અન્ય વ્યક્તિ સાથે જતી રહી હતી,સસરા અને પત્ની વારવાર માનસિક ત્રાસ આપતા હતા.

ભાવનગર: બોટાદ તાલુકાના તાજપર ગામે રહેતા પત્ની અને સાસરાના ત્રાસથી કંટાળી ટ્રેન તળે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો.

બોટાદ તાલુકાના તાજપર ગામે રહેતા કનુભાઈ નાનજીભાઈ રાઠોડના દિકરા ભરતભાઈના લગ્ન દસ માસ પહેલા રેફડા ગામે પુનમબેન હરેશભાઈ મકવાણા સાથે થયા હતા. અને ભરતભાઈની પત્નિ પુનમબેન કોઇ બીજા વ્યક્તિ સાથે જતી રહેલ હતી.અને ભરતભાઈએ તેના સસરા હરેશ મકવાણાને રૂ.૫ લાખ આપ્યા હતા. તે પછી ભરતભાઈની પત્નિ  કોઈ બીજા વ્યક્તિ સાથે જતી રહી હતી. ભરતભાઈ અગાઉ રેફડા ગામે હરેશ મકવાણા નાઓના ઘરે ગયા ત્યારે સસરા હરેશ મકવાણા  ઝગડો કરવા લાગ્યા હતા. અને જાનથી મારી નાખવાની ધમકી આપવા આપી હતી.તથા ખુબજ હેરાન કરવા લાગ્યા હતા.પત્ની તથા તેના સસરા તેને માનસીક ત્રાસ આપવા લાગ્યા હતા.આ ત્રાસથી કંટાળેલા યુવાને ભાંભણ ગામથી નજીક ટ્રેનનાં પાટા ઉપર સુઇ ટ્રેન આવી જાય આપઘાત કરી લીધો હતો.આ બનાવ સંદર્ભે મૃતકના ભાઈ કનુભાઇએ મૃતકના પત્ની અને સાસરા વિરૂધ્ધ બોટાદ રૂરલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મૃતકના શર્ટમાંથી પોલીસમાં કરેલી અરજી મળી આવી

મૃતક ભરતભાઈના શર્ટનાં અંદરના ભાગે એક અરજીની ઝેરોક્ષ કોપી મળી આવી હતી. જે અરજીમાં મૃતકના પત્ની પુનમબેન હરેશભાઈ મકવાણા તથા સસરા હરેશ કરશનભાઈ મકવાણાં તથા મંગાભાઇ જહાભાઈ પરમારનું નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મૃતક ભરતભાઈએ અરજી કર્યા બાદ તુરત જ આપઘાત કરી મોતને વ્હાલું કર્યું હતું.