Get The App

વડોદરામાં અકસ્માત બાદ યુવક હવામાં ઉછળી બ્રિજના વીજ પોલ પર લટક્યો, લોકોએ રેસ્ક્યૂ કર્યો, યુવકનો ચમત્કારિક બચાવ

Updated: Dec 21st, 2025

GS TEAM

Google News
Google News
વડોદરામાં અકસ્માત બાદ યુવક હવામાં ઉછળી બ્રિજના વીજ પોલ પર લટક્યો, લોકોએ રેસ્ક્યૂ કર્યો, યુવકનો ચમત્કારિક બચાવ 1 - image


Vadodara Accident Incident : વડોદરામાં ચોંકાવનારી અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં વડોદરામાં નંદેસરી બ્રિજ પર મોપેડસવાર 20 વર્ષીય યુવકને અજાણ્યા વાહનની ટક્કર વાગતા ઉછળીને સીધો બ્રિજની દીવાલ પર પડ્યો હતો. આ દુર્ઘટનામાં યુવકનો શર્ટ બ્રિજ પરના વીજપોલમાં ફસાઈ જતાં તે ટીંગાયો હતો. આ પછી રોડ પરથી પસાર થતાં વાહચાલકોએ યુવકને પકડીને ઉપર ખેંચી લેતા યુવકનો બચાવ થયો હતો. 

અકસ્માત બાદ યુવક હવામાં ઉછળી બ્રિજના વીજ પોલ પર લટક્યો

મળતી માહિતી મુજબ, વડોદરાના નંદેસરી બ્રિજ પર અકસ્માતની ઘટનામાં યુવકનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો. આણંદના અડાસ ગામનો રહેવાસી સિદ્ધરાજસિંહ મહિડા વડોદરા નીકળ્યો હતો. જ્યારે સિદ્ધરાજસિંહ મોપેડથી નંદેસરી બ્રિજ પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અજાણ્યા વાહનની ટક્કરે મારી હતી. જેમાં સિદ્ધરાજસિંહ ઉછળીને બ્રિજના વીજપોલમાં તેનો શર્ટ ફસાયો હતો. ઘટનાને પગલે અન્ય વાહનચાલકોએ તેને બચાવી લીધો હતો. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે.

આ પણ વાંચો: માઉન્ટ આબુમાં અમદાવાદ આવતી બસ પલટી, 24થી વધુ ઈજાગ્રસ્ત, ચઢાણ પર ચીસાચીસ મચી

સમગ્ર ઘટનાને પગલે યુવકને સામાન્ય ઈજા પહોંચતા સારવાર માટે સયાજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. અકસ્માતના બનાવને લઈને નંદેસરી પોલીસ તપાસ શરૂ કરી છે. જોકે, સમગ્ર બનાવ મામલે યુવકનો પરિવાર પોલીસ ફરિયાદ કરવા માંગતો ન હોવાનું સામે આવ્યું છે.