Gujarat

રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યશાળા યોજાઈ

By GS TEAM
15 Nov 20251 min read
TukuTouch Logo
જુદી જુદી 20 શાળાના 90 જેટલા વિદ્યાર્થીઓએ 10 વિજ્ઞાન રમકડા બનાવ્યા

Summarized by AI; it may make mistakes. Check important info

રાષ્ટ્રીય બાળ દિવસ ઉજવણી અંતર્ગત જામનગર જિલ્લાના ધ્રોળ વિજ્ઞાન કેન્દ્રમાં કાર્યશાળા યોજાઈ

Jamnagar : ગુજકોસ્ટ ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા વિજ્ઞાનકેન્દ્ર, ધ્રોલ દ્વારા રાષ્ટ્રીય બાળ દિવસ અંતર્ગત 'વિજ્ઞાન રમકડાનો થેલો' એક દિવસીય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોના 17 જેટલા જૂથ બનાવી દરેક જૂથમાં બાળકોને વિવિધ રમકડાની સામગ્રીની એક કીટ આપવામાં આવી. 

જેમાંથી બાળકોએ જાદુઈ દોરાની રીંગ, ગ્લાસ લૂપ ગ્લાઇડર, ફૂટપટ્ટીનું હેલિકોપ્ટર, સ્ટ્રો ફેન, બલૂન બોટ, કબીલાનું ચક્ર, એનિમેશન યંત્ર, કાગળનું પ્રોપેલર, કપ હેલિકોપ્ટર જેવા રમકડાઓ બાળકોએ જાતે બનાવ્યા હતા. સાથે સાથે વૈજ્ઞાનિક સિદ્ધાંતોનું જ્ઞાન પણ મેળવ્યું હતું. બધા બાળકો પોતે જાતે બનાવેલ રમકડા વિજ્ઞાન રમકડાના થેલામાં પોતાની સાથે પોતાની શાળામાં પણ લઈ ગયા અને બીજે દિવસે તેઓ પોતાની શાળાની પ્રાર્થનામાં જે બાળકો અહીં નથી આવી શક્યા, તેની સામે આ રમકડાઓ વૈજ્ઞાનિક સિદ્ધાંતો સાથે રજૂ પણ કરશે. કાર્યશાળાના તજજ્ઞ તરીકે કેન્દ્રના ડૉ. સંજય પંડ્યા, પંકજ ડાંગર હાજર રહ્યા હતા. 

સંસ્થાના ચેરમેન ધર્મેશ મહેતા અને સેક્રેટરી સુધાબેન ખંઢેરિયાએ સામેલ તમામ બાળકોને અભિનંદન પાઠવ્યા હતા, અને સામેલ તમામ બાળકોને અને શિક્ષકગણને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા.