Gujarat

ભાજપ પ્રશિક્ષણ શિબિરમાં હાજર કાર્યકર સંક્રમિત, પાંચને તાવ આવતા શંકાસ્પદ કોરોના

By GS Team
5 Jan 20222 mins read
This article was originally published on 5 Jan 2022
ભાજપ પ્રશિક્ષણ શિબિરમાં હાજર કાર્યકર સંક્રમિત, પાંચને તાવ આવતા શંકાસ્પદ કોરોના

30 વોર્ડમાં શિબિર ચાલે છે ઃ કાર્યકરોમાં ગણગણાટ, પરિવાર ના પડે છે પણ નેતાઓના આદેશને લીધેે કાર્યક્રમોમાં હાજર રહવેું પડે છે

                સુરત,

સુરતમાં કોરોનાનો વિસ્ફોટ છતાં ભાજપ દ્વારા પ્રશિક્ષણ શિબિર માટેની કરવામા આવેલી જીદ હવે ભાજપને જ ભારે પડી રહી છે. હાલમાં જ વોર્ડ નંબર 10માં પ્રશિક્ષણ શિબિર થયું ત્યાર બાદ એક કાર્યકર પોઝીટીવ આવ્યો છે અને પાંચેક કાર્યકરોને તાવ આવતાં કાર્યકરોમાં ગભરાટ ફેલાઈ રહ્યો છે. 

સુરત મ્યુનિ.માં કોરોનાના કેસમાં વધારો થતાં મ્યુનિ. તંત્ર અને ભાજપ શાસકો લોકોને સંયમથી વર્તવા  અને કોવિડના નિયમોનું પાલન કરવા માટે અપીલ કરે છે. પરંતુ બીજી તરફ ભાજપ અને સરકાર દ્વારા વધતાં જતાં કોરોના કેસ સામે ભીડ ભેગી કરીને વિવિધ કાર્યકમો કરી રહ્યાં છે. કાર્યકરો અને તેમના પરિવારના સભ્યો ગભરાતા હોવાથી કાર્યક્રમમાં જવા માટે મનાઈ કરે છે. પરંતુ ભાજપના નેતાઓના આદેશના કારણે આજે પણ સુરતમાં ભાજપના વિવિધ કાર્યક્રમ થઈ રહ્યા ંછે.

સુરત ભાજપમાં તમામ ત્રીસ વોર્ડના પ્રશિક્ષણ શિબિર ચાલી રહ્યા ંછે તેમાં કાર્યકરોને ભેગા કરીને રાત્રી રોકાણ પણ થઈ રહ્યું છે. હાલમા ંજ રાંદેર ઝોનના વોર્ડ નંબર 10માં શિબિરમાં હાજર એક ભાજપ કાર્યકર કોરોના પોઝિટિવ આવ્યો છે. જેથી વોર્ડના ગુ્રપમાં મેસેજ કરીને લક્ષણો ધરાવતા અન્યોને ટેસ્ટ કરાવી લેવા તાકીદ કરાઇ હતી. અન્ય પાંચ કાર્યકરો તાવમાં પટકાયા છે તેથી તેમને શંકાસ્પદ કોરોના હોવાની વાતથી કાર્યકરોમાં ગભરાટ ફેલાઇ ગયો છે.

હાલ કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે ત્યારે નેતાઓ આવા કાર્યકમો બંધ કરાવે તેવી લાગણી કાર્યકરો ખાનગીમાં વ્યક્ત કરે છે પરંતુ નેતાઓની જોહુકમી સામે કોઈ ખુલીને બોલી શકતું ન હોવાથી ભાજપ ફરી એક વાર કોરોના સંક્રમણ ફેલાવવા માટે કારણભુત બને તેવી ભીતી વ્યક્ત થઈ રહી છે.