Get The App

સાઇટના બીજા માળેથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત

અંદરના ભાગે પ્લાસ્ટર કરતા સમયે અચાનક ચક્કર આવતા નીચે પડતા ગંભીર ઇજા થઇ હતી

Updated: Jun 10th, 2026

GS TEAM

Google News
Google News
સાઇટના બીજા માળેથી નીચે  પટકાતા શ્રમજીવીનું મોત 1 - image

વડોદરા,વાસણા રોડની સાઇટ પર કામ કરતા શ્રમજીવી બીજા માળેથી નીચે  પટકાતા ગંભીર ઇજા થતા મોત થયું છે. 

મળતી માહિતી મુજબ, છોટાઉદેપુરના કદવાલ ગામના સીંગાપુરા ફળિયામાં રહેતા ૪૩ વર્ષના ભરતભાઇ છત્રસિંહ તડવી કડિયા કામ કરતા હતા. ગત   ૫ મી તારીખે બપોરે એક વાગ્યે વાસણારોડની આશરેય સાઇટના બીજા માળે અંદરના ભાગે પ્લાસ્ટર કરતા સમયે અચાનક તેઓને ચક્કર આવતા નીચે પટકાતા ગંભીર ઇજા થતા સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાંથી વધુ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરંતુ, તેમનો જીવ બચી શક્યો નહતો. જે અંગે જે.પી. રોડ પોલીસે કાયદેસરની કાર્યવાહી  હાથ ધરી છે.