Gujarat

નવી બંધાતી સાઇટ પરથી નીચે પટકાતા શ્રમજીવીનું મોત

By GS TEAM
9 May 20261 min read
નવી બંધાતી સાઇટ પરથી નીચે  પટકાતા શ્રમજીવીનું મોત

વડોદરા,મકરપુરામાં નવી બંધાતી સાઇટ પર સેન્ટિંગની મજૂરી કરતો શ્રમજીવી બીજા માળેથી નીચે પટકાતા ગંભીર ઇજા થતા મોત થયું છે. 

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, મકરપુરા રોડ વોલ્ટેમ્પ કંપની સામે ગ્રાન્ડ વિલા - ૨ નામની નવી બંધાતી સાઇટ પર બાંધકામનું કામ ચાલી રહ્યું છે. આ સાઇટ પર સેન્ટિંગનું કામ કરતો અરવિંદભાઇ અભેસિંગભાઇ પટેલ, ઉં.વ.૩૫ (રહે. રૃવાબાટી મુવાડા ગામ,તા. દેવગઢ બારિયા, જિ.દાહોદ)  આજે સવારે ૧૧ વાગ્યે બીજા માળેથી નીચે પટકાતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તેને સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો. પરંતુ, તેનો જીવ બચી શક્યો નહતો. સાઇટ પર કામ કરતા શ્રમજીવીઓની સલામતી માટે નેટ બાંધીને  તેમજ સુરક્ષાની તકેદારી રાખવામાં આવી હતી કે કેમ, તે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.