Gujarat
નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી પટકાતા શ્રમજીવીનું મોત
By GS TEAM
23 May 20261 min read

વડોદરા,હરણી વિસ્તારમાં નવી બંધાતી સાઇટના પાંચમા માળેથી નીચે પટકાયેલા ૧૯ વર્ષના શ્રમજીવીનું મોત થયું છે. હરણી પોલીસે આ ઘટનામાં પોલીસની બેદરકારી અંગે તપાસ હાથ ધરી છે
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, રાજસ્થાનના સાંચોર જિલ્લાના પહાડપુરા ગામે રહેતો ૧૯ વર્ષનો વિક્રમકુમાર સગતારામ ચૌધરી છેલ્લા ઘણા સમયથી વડોદરામાં મજૂરી કામ કરતો હતો. હરણી રોડ પર નવી બંધાતી હરણી ઇન્ફિનિટી સાઇટ પર આજે સવારે કામ કરતો હતો. આ સાઇટનું કામ પૂરૃં થઇ ગયું છે. થોડું કામ બાકી છે. પાંચમા માળે સેન્ટિંગનું કામ કરતા સમયે તે નીચે પટકાતા ગંભીર ઇજા થઇ હતી. તેને તાત્કાલિક સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લઇ જવાયો હતો. પરંતુ,તેનો જીવ બચી શક્યો નહતો. બનાવ અંગે હરણી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









