Get The App

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ

ટેક્નિકલ ખામીઓ દૂર કરવા છેલ્લા બે મહિનાથી ચાલતી ટ્રાયલ રનની કામગીરી

Updated: Apr 3rd, 2026

GS TEAM

Google News
Google News
દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેકની કામગીરી મંથર ગતિએ 1 - image

 

દરજીપુરા આરટીઓ ખાતે એઆઈ (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ )  આધારિત ડ્રાઇવિંગ ટેસ્ટ ટ્રેક શરૃ થવામાં વિલંબ થઈ રહ્યો છે.

ડિસેમ્બર મહિનામાં ટ્રેકના સિવિલ વર્કની કામગીરી પૂર્ણ થઈ હતી, અને જાન્યુઆરીમાં ઇલેક્ટ્રિકલ અને સોફ્ટવેર ઇન્સ્ટોલેશન પૂર્ણ કરાયું હતું. ત્યારબાદ ફેબુ્રઆરીથી ટ્રાયલ રન શરૃ કરાયા હતા, પરંતુ આ દરમિયાન ઉભી થતી ટેક્નિકલ ખામીઓનું નિરાકરણ કરવામાં સમય લાગી રહ્યો હોવાનું જાણવા મળે છે.

નવા ટેસ્ટ ટ્રેક પર ૩૦ ફૂટની ઊંચાઈએ ૨૬ કેમેરા લગાવવામાં આવ્યા છે, જે સમગ્ર પ્રક્રિયાને ઓટોમેટેડ બનાવે છે. ૩૬૦ ડિગ્રી એ.આઈ. બેઝ્ડ કેમેરા રોડ માર્કિંગ અને વાહનની ગતિ-દિશાને ડિટેક્ટ કરી આપમેળે પરિણામ જનરેટ કરશે.અગાઉ ફોર વ્હીલર ટ્રેક પર ૪ અને ટુ વ્હીલર ટ્રેક પર ૨ કેમેરા જ હતા.

ટ્રેકની આસપાસ લગાવવામાં આવેલા પીળા અને કાળા રંગના ડિવાઇડર બ્લોક (કર્બ સ્ટોન) પરિણામ નક્કી કરવામાં મદદરૃપ બનશે.  ટ્રેક પર વાહન દ્વારા કરવામાં આવેલી દરેક ભૂલ લાઇન ક્રોસ કરવી, સમય મર્યાદા તોડવી અથવા નિયમ ભંગ કરવોતાત્કાલિક સિસ્ટમમાં રેકોર્ડ થશે.

હાલના ચાર ટેસ્ટ સ્ટેજ જેમ કે રિવર્સ પાર્કિંગ, અંગ્રેજી આઠ, રિવર્સ એસ અને સ્લોપ ચઢાણ યથાવત રહેશે. ઉપરાંત વાસ્તવિક ટ્રાફિક પરિસ્થિતિ ઉભી કરવા નવા ટ્રેકમાં ટ્રાફિક સિગ્નલનો  સમાવેશ કરાયો છે.