Gujarat

લગ્નની વાત કરી રિવરફ્રન્ટના બગીચામાં બળાત્કાર ગુજાર્યો

By GS Team
11 Feb 20222 mins read
This article was originally published on 11 Feb 2022
લગ્નની વાત કરી રિવરફ્રન્ટના બગીચામાં બળાત્કાર ગુજાર્યો

સાથે નોકરી કરતા યુવક સામે ફરિયાદ

સાથે નોકરી કરવા ઉપરાંત મહિનાઓ સુધી મિત્રતા, લગ્નની વાત કરી હોટલોમાં લઈ જઈ બળાત્કાર

અમદાવાદ : પોતાની સાથે કરતા યુવકે મિત્રતા કેળવી લગ્નની વાત કર્યા પછી રિવરફ્રન્ટના બગીચા અને હોટલોમાં બળાત્કાર ગુજાર્યાની ફરિયાદ યુવતીએ નોંધાવી છે. રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે તપાસ શરૂ કરી છે. કૃષ્ણનગરમાં રહેતી 19 વર્ષની યુવતી બેન્કમાં નોકરી કરે છે અને પિતાજીનું વર્ષ 2020માં મૃત્યુ નિપજ્યું હતું.

દોઢ વર્ષ પહેલાં ફાઈનાન્સની ઓફિસમાં નોકરી કરતી હતી ત્યારે સાથે નોકરી કરતા મનિષ નામના યુવક સાથે દોસ્તી થઈ હતી. વારંવાર વાતચિત કરતા હોવાથી બન્ને વચ્ચે પ્રેમસંબંધ બંધાયો હતો. યુવકે લગ્ન કરવાની વાત કરી હતી અને બન્ને અવારનવાર રિવરફ્રન્ટ અને અન્ય સ્થળે ફરવા જતા હતા. ગત જાન્યુઆરીમાં બન્નેએ જુની નોકરી છોડી દીધી હતી અને નવી નોકરી શોધવા લાગ્યા હતા.

બન્નેએ ફરી સાથે જ નોકરી શોધી કાઢી હતી અને ટ્રેનિંગ ચાલુ હતી. તા. 23 ફેબુ્રઆરીએ ટ્રેનિંગ પછી બન્ને રિવરફ્ન્ટ ઉપર સી-પ્લેન એરોડ્રામ પાછળ બગીચામાં ગયા હતા. બન્નેએ અંધારામાં બગીચાની અંદર જ શરીર સંબંધ બાંધ્યો હતો. મનિષ મુળ ક્યાં રાજ્યનો છે તે અંગે બન્ને વચ્ચે વિવાદ થયો હતો.

બન્ને અલગ અલગ નોકરી શોધી હતી પણ વાતચિત કરતા રહેતા હતા. બન્ને મળતા રહેતા હતા. એ દરમિયાન એક મિત્રના ઘરે, ઈસનપુર, ગોવિંદવાડી અને ચન્દ્રનગરની હોટલ માં પણ મનિષે શરીર સંબંધ બાંધ્યો હતો. આ પછી મનિષે લગ્ન કરવાની ના પાડી વાતચિત કરવાનું બંધ કરી દીધું હતું. આખરે યુવતીએ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.