Gujarat

દસ લાખના છેતરપિંડી કેસમાં મહિલાની આગોતરા જામીન અરજી રદ

By GS TEAM
10 Nov 20251 min read
દસ લાખના છેતરપિંડી કેસમાં મહિલાની આગોતરા જામીન અરજી રદ

વડોદરા : મહારાષ્ટ્રના ડોક્ટરને હોસ્પિટલના રિનોવેશન માટે પાંચ કરોડની લોન અપાવવાનું કહી ૧૦.૧૦ લાખ પડાવી લેવાના બનાવમાં સંડોવાયેલી મહિલાએ આગોતરા જામીન અરજી મુકતા ન્યાયાધીશે અરજદારની અરજી નામંજૂર કરી હતી.

મહારાષ્ટ્રના સતારા જિલ્લાના ખલટાવ તાલુકાના માયની ગામે એમ.એસ.ઇ.બી. બોર્ડમાં રહેતા ડો. જમીર યુસુફભાઇ જમાદારની મહારાષ્ટ્રના સાંગલીમાં હોસ્પિટલ છે. માંજલપુર  પોલીસ સ્ટેશનમાં તેમણે ફરિયાદ નોંધાવી હતી કે, મારે હોસ્પિટલના રિનોવેશન માટે રૃપિયાની જરૃર  હોવાથી નયનાબેન મનહરસિંહ મહીડા (રહે. દીપ દર્શન સોસાયટી, અટલાદરા) તથા રાજેશ અભેસિંગ ચાવડા સાથે વાતચીત થઇ હતી. તેઓએ મને પાંચ કરોડની લોન કરાવી આપવાની વાત કરી  હતી.

નયનાબેને સહયોગ ફાઇનાન્સની ઓફિસે બોલાવી તેમની સાથે લોન અંગે મિટિંગ કરી હતી અને રૃા.૧૦.૧૦ લાખ લીધા હતા અને લોન કરાવી આપી ન હતી અને નાણાં પરત માંગવામાં આવતા મારી નાખવાની ધમકી આપી હતી.આ કેસમાં પોલીસ પોતાની ધરપકડ કરશે તેમ જણાતા નયનાબહેન મહીડાએ આગોતરા જામીન અરજી મુકતા અરજદારની ગુનામાં સંડોવણી જણાતી હોવાની નોંધ સાથે આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી.