લગ્નનું વચન આપીને છૂટાછેડા લેનાર મહિલાને ફસાવી તરછોડી દીધી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara : વડોદરામાં પતિ સાથે છૂટાછેડા બાદ પુત્ર સાથે એકલી રહેતી મહિલાએ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે મેં ઘરેથી ભાગીને લગ્ન કર્યા હતા. મારા માતા-પિતા મને બોલાવતા નથી છુટાછેડા પછી હું એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. મારે આરોપી ગગન સાથે પરિચય થયો હતો. ગગને મને પ્રપોઝ કરતા મેં કહ્યું કે તે લગ્ન કર્યા છે અને તારી પત્ની છે તો હું તારી સાથે સંબંધ રાખું તો મારા ભવિષ્યનું શું ? ત્યારે તેણે મને કહ્યું કે, અમારા સમાજમાં બે પત્ની રાખી શકાય જેથી હું તારી સાથે લગ્ન કરીશ.. હું એકલી રહતી હોય એને મારે ત્રણ વર્ષનો બાળકો હોવાથી મેં હા પાડી હતી.
ત્યારબાદ વેલેન્ટાઈન ડેના દિવસે તે મારા ઘરે આવ્યો હતો અને મારી સાથે શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારથી ગગન મને પત્નીને જેમ રાખતો હતો અને મારે રૂમ પર મળવા આવતો નવાર સાથે સંબંધ બાંધતો હતો. ફેબ્રુઆરી 2025 માં મને ગર્ભ રહી જતા તેણે મારી સાથે વાત કરવાનું બંધ કરી દીધું હતું. મેં પોલીસ ફરિયાદ કરતા ગગન મને સમાધાન કરીને તેની સાથે લઈ ગયો હતો. મને વાતોમાં ભોળવી ગર્ભપાત કરાવ્યો હતો. બીજી વખત હું ગર્ભવતી થતા ગગન મારે સાથે ઝઘડો કરીને જતો રહ્યો હતો ત્યારે પણ મારી સાથે સમાધાન કરીને તે લઈ ગયો હતો. મને ધમકી આપી હતી કે જો તું ગર્ભપાત નહિં કરાવે તો આપણે કેનાલમાં કૂદીને મરી જઈએ તેથી હું ડરી જતા તેના ડરથી હોસ્પિટલમાં દાખલ થઈને ગર્ભપાત કરાવ્યો હતો. ત્યારબાદ તે મને મારા ઘરે મૂકી ગયો અને લગ્ન કરવાની ના પાડી દીધી હતી.








