જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતી મહિલાએ પોતાના નશાખોર પતિને નશાભરી હાલતમાં પોલીસના હાથે પકડાવી દીધો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Jamnagar Police : જામનગરમાં દિગ્વિજય પ્લોટ નંબર 49 માં રહેતી એક મહિલાએ પોતાના ઘરે દારૂનો નશો કરીને ધમાલ મચાવનારા પોતાના પતિને પોલીસ બોલાવીને પકડાવી દીધો હતો, અને તેની સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર 49 માં રહેતી મીનાબેન રણછોડભાઈ ચૌહાણ નામની 35 વર્ષની યુવતી ગઈકાલે પોતાના ઘેર હતી, જે દરમિયાન તેનો પતિ રણછોડ લખુભાઈ ચૌહાણ દારૂનો નશો કરીને આવ્યો હતો, અને ઘરની બહાર હંગામો મચાવી ધમપછાડા શરૂ કર્યા હતા. જે દારૂનો નશો કરેલી હાલતમાં હોવાથી 112 નંબરની પોલીસ ટીમને જાણ કરી હતી.
જેથી પોલીસ ટુકડી સ્થળ પર આવી ગઈ હતી, અને રણછોડભાઈ ચૌહાણને નશા ભરેલી હાલતમાં જીપમાં બેસાડી દીધો હતો, ઉપરાંત મીનાબેનને પણ પોલીસ મથકે બોલાવ્યા બાદ તેઓની ફરિયાદના આધારે પતિ રણછોડભાઈ ચૌહાણ સામે દારૂબંધી ભંગ અંગે ગુનો નોંધ્યો છે, અને તેને પોલીસ લોકપના દર્શન કરાવ્યા હતા.








