Gujarat

રાળગોન નજીક સ્કુલ બસ અડફેટે લેતા મહિલાને ઈજા

By GS TEAM
23 Nov 20251 min read
રાળગોન નજીક સ્કુલ બસ અડફેટે લેતા મહિલાને ઈજા

તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો

માતા-પુત્રી એક્ટિવામાં માખણીયાથી તળાજા આવી રહ્યાં હતા

ભાવનગર: તળાજાના માખણીયા ગામેથી એક્ટિવામાં તળાજાથી માખણીયા ગામે આવી રહેલી માતા-પુત્રીને સ્કુલ બસે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાને ઈજા પહોંચી છે. બનાવ અંગે સ્કુલ બસ ચાલક વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

તળાજાના માખણીયા ગામના વતની અને હાલ તળાજામાં રહેતા બિનલબેન અશ્વિનભાઈ સુતરીયા ગતરોજ સાંજના સમયે તળાજાના માખણીયા ગામેથી તળાજા પોતાની દિકરી સાથે એક્ટિવામાં આવી રહ્યાં હતા ત્યારે રાળગોન ગામ નજીક પહોંચતા સામેથી આવી રહેલી જય જનની સ્કુલની બસે તેમની સાથે અકસ્માત સરજ્યો હતો. જેમાં તેમનેે ઈજા પહોંચી હતી. બનાવ અંગે બિનલબેને સ્કુલ બસના ડ્રાઈવર વિરૂદ્ધ તળાજા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.