Gujarat

બરવાળા હાઈ-વે રોડ પર બાઈકે અડફેટે લેતા મહિલાનું મોત થયું

By GS TEAM
5 Jun 20261 min read
બરવાળા હાઈ-વે રોડ પર બાઈકે અડફેટે લેતા મહિલાનું મોત થયું

મહિલા રોડ ક્રોસ કરી રહ્યાં હતા ત્યારે અકસ્માત સર્જાયો

બરવાળા પોલીસ મથકમાં મોટર સાયકલના ચાલક સામે ગુનો નોંધાયો

ભાવનગરબરવાળા હાઈ-વે રોડ ક્રોસ કરી રહેલા મહિલાને બાઈક ચાલકે અડફેટે લેતા સર્જાયેલા અકસ્માતમાં મહિલાનું મોત નિપજ્યું છે. બનાવ અંગે બરવાળા પોલીસ મથકમાં બાઈક ચાલક સામે ગુનો નોંધાયો છે.

બરવાળા ખારા વિસ્તારમાં રહેતા આબિદભાઈ હસનઅલી વોરએ બરવાળા પોલીસ મથકમાં જીજે-૦૫-ડીએસ-૨૦૦૯ નંબરની મોટર સાયકલના ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં ગતરાત્રિના નવેક વાગ્યાના અરસામાં બરવાળા હાઈ-વે રોડ પર તેમના પત્નિ સકિનાબેન આબિદભાઈ વોરા (ઉ.વ.૬૨) રોડ ક્રોસ કરીને તેમની તરફ આવી રહ્યાં હતા ત્યારે ધંધુકા તરફથી ઉક્ત બાઈકના ચાલકે તેમની પત્નિને અડફેટે લઈ અકસ્માત સર્જ્યો હતો. જેમાં સકિનાબેનને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે ઈમર્જન્સી  ૧૦૮માં બરવાળા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે તેમને તપાસીને મૃત જાહેર કર્યાં હતા. બનાવ અંગે બરવાળા પોલીસે ગુનો નોંધ્યો છે.