Gujarat

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત, અન્યનો બચાવ

By GS TEAM
13 Mar 20261 min read
TukuTouch Logo
અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. આજે(13 માર્ચ) રાજુલા પોલીસ સ્ટેશન નજીક કારની અડફેટે એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત, અન્યનો બચાવ

Amreli News : અમરેલી જિલ્લાના રાજુલા શહેરમાં એક મોટો અકસ્માત સર્જાયો છે. આજે(13 માર્ચ) રાજુલા પોલીસ સ્ટેશન નજીક કારની અડફેટે એક મહિલાનું કરૂણ મોત નિપજ્યું છે.

મળતી માહિતી અનુસાર, રોડ પર ચાલીને જઈ રહેલી બે મહિલાઓ પર એક કાર ફરી વળી હતી. જેમાં એક મહિલાનું મોત થયું, જ્યારે અન્ય મહિલાનો બચાવ થયો છે. હાલ, અકસ્માત સર્જનાર કાર ચાલકની અટકાયત કરી લેવામાં આવી છે.

રાજુલામાં પોલીસ સ્ટેશન નજીક બે મહિલાઓ પર કાર ફરી વળી, એકનું મોત

રાજુલા પોલીસ સ્ટેશન સામે કારચાલકની બેદરકારીના કારણે અકસ્માત સર્જાયો હતો. કારચાલકે બ્રેકની બદલે એક્સિલરેટર દબાવી દેતા પગપાળા ચાલીને જતી બે મહિલાને અડફેટે લીધી હતી. અકસ્માતના બનાવમાં દયાબેન સુરેશભાઈ વરુ નામની મહિલાનું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય એક મહિલાનો બચાવ થયો હતો.

આ પણ વાંચો: અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા

અકસ્માતને પગલે રાજુલા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચીને કારચાલકની અટકાયત કરી હતી. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે કારચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.