Get The App

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા 1 - image

Ahmedabad Lal Darwaja Accident : અમદાવાદ શહેરના લાલ દરવાજા જેવા અત્યંત વ્યસ્ત વિસ્તારમાં આજે(13 માર્ચ) નબીરાએ એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. વાસણ વિસ્તારનો રહેવાસી યુવક કેટલાક મિત્રો સાથે મળીને ભાડે કાર લઈને ફરવા નીકળ્યો હતો, જે દરમિયાન ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા લાલ દરવાજા નજીક 2 થી 3 વાહનોને જોરદાર ટક્કર મારી હતી. આ ઘટનામાં એક વ્યક્તિને ઇજા પહોંચી છે.

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા 2 - image

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ સર્જ્યો અકસ્માત 

પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માત સર્જનાર કારચાલક પાસે ડ્રાઈવિંગ લાયસન્સ પણ ન હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. અકસ્માતને પગલે આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ ટ્રાફિક પોલીસની ટીમ સ્થળ પર પહોંચી ગઈ હતી અને કારચાલકની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અમદાવાદમાં લાલ દરવાજા નજીક નબીરાઓએ અકસ્માત સર્જ્યો, ભાડે લાવેલી કારથી 3 વાહનોને અડફેટે લીધા 3 - image
કારચાલક

આ પણ વાંચો: પાલડીમાં દોડતી બસ બની ‘આગનો ગોળો’, ડ્રાઈવર-કંડક્ટરની સમયસૂચકતાથી અનેક જીવ બચ્યા

સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ વાહનોને નુકસાન પહોંચ્યું છે. હાલમાં પોલીસ આ મામલે વધુ તપાસ કરી રહી છે કે લાયસન્સ વગરના યુવકને કાર ભાડે આપનાર એજન્સી સામે શું પગલાં લઈ શકાય.