Baroda News: સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને લઈ વડોદરામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. દાવેદારોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી દાવેદારી નોંધાવવા આવેલા ડૉ. મોનાલીબેન શાહ પોતાના પાંચ મહિનાનું બાળક અને ઘોડિયું સાથે લઈને પહોંચ્યા હતા.
વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર!
પાંચ મહિનાના માસૂમ બાળકને ઘરે એકલું ન મૂકી શકાય અને લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો પણ એટલો જ જરૂરી હોવાથી, ડૉ. મોનાલીબેન ઘોડિયું લઈને જ નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર અન્ય દાવેદારો અને કાર્યકરોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.
આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો
વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ 19 વોર્ડ માટે 1 અને 2 એપ્રિલ એમ બે દિવસ દાવેદારોને સાંભળવાની કામગીરી ચાલશે. શિક્ષિત અને પ્રોફેશનલ યુવા દાવેદારો જ્યારે આ રીતે પોતાની પારિવારિક જવાબદારીઓ સાથે રાજકારણમાં સક્રિય થવા માંગતા હોય, ત્યારે તે ચર્ચાનો વિષય બને છે.


