Gujarat

VIDEO | રાજનીતિના મેદાનમાં 'માતૃત્વ'ના દર્શન, વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર!

By GS TEAM
1 Apr 20261 min read
TukuTouch Logo
સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને લઈ વડોદરામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. દાવેદારોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી દાવેદારી નોંધાવવા આવેલા ડૉ. મોનાલીબેન શાહ પોતાના પાંચ મહિનાનું બાળક અને ઘોડિયું સાથે લઈને પહોંચ્યા હતા.

Summarized by AI; it may make mistakes. Check important info

VIDEO | રાજનીતિના મેદાનમાં 'માતૃત્વ'ના દર્શન, વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર!

Baroda News: સ્થાનિક સ્વરાજની આગામી ચૂંટણીઓને લઈ વડોદરામાં રાજકીય ગરમાવો તેજ થયો છે. દાવેદારોને સાંભળવાની સેન્સ પ્રક્રિયા દરમિયાન વડોદરા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે એક અનોખું દ્રશ્ય જોવા મળ્યું. સાવલી નગરપાલિકાના વોર્ડ નંબર 5 માંથી દાવેદારી નોંધાવવા આવેલા ડૉ. મોનાલીબેન શાહ પોતાના પાંચ મહિનાનું બાળક અને ઘોડિયું સાથે લઈને પહોંચ્યા હતા.

વડોદરામાં 5 મહિનાની દીકરી અને ઘોડિયા સાથે સેન્સ આપવા પહોંચ્યા મહિલા દાવેદાર!

પાંચ મહિનાના માસૂમ બાળકને ઘરે એકલું ન મૂકી શકાય અને લોકશાહીની પ્રક્રિયામાં ભાગ લેવો પણ એટલો જ જરૂરી હોવાથી, ડૉ. મોનાલીબેન ઘોડિયું લઈને જ નિરીક્ષકો સમક્ષ હાજર થયા હતા. આ દ્રશ્ય જોઈ ત્યાં હાજર અન્ય દાવેદારો અને કાર્યકરોમાં ભારે કુતૂહલ સર્જાયું હતું.

આ પણ વાંચો: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર, જાણો મતદાન-પરિણામ સહિતની મહત્ત્વની તારીખો

વડોદરા શહેર અને જિલ્લામાં વિવિધ 19 વોર્ડ માટે 1 અને 2 એપ્રિલ એમ બે દિવસ દાવેદારોને સાંભળવાની કામગીરી ચાલશે. શિક્ષિત અને પ્રોફેશનલ યુવા દાવેદારો જ્યારે આ રીતે પોતાની પારિવારિક જવાબદારીઓ સાથે રાજકારણમાં સક્રિય થવા માંગતા હોય, ત્યારે તે ચર્ચાનો વિષય બને છે.