Get The App

રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કરશે

હાલમાં દર મહિને રુપિયા ૩૩૦ કરોડ જેટલી રકમ વીજબીલ પેટે કોર્પોરેશન વીજ કંપનીને ચૂકવી રહયુ છે

Updated: Feb 27th, 2026

GS TEAM

Google News
Google News
રીન્યુએબલ એનર્જી ક્ષેત્રે  સ્વાયત્ત બનશે, અમદાવાદ મ્યુનિ.૨૦૨૮ સુધીમાં વર્ષે ૪૦૦૦ કરોડ વીજબીલની બચત કરશે 1 - image

અમદાવાદ,ગુરુવાર,26 ફેબ્રુ,2026

વર્ષ-૨૦૩૦માં કોમનવેલ્થ ગેમ્સનુ અમદાવાદમાં આયોજન કરવામા આવશે. આ અગાઉ કોમનવેલ્થ ગેમ્સ માટે બનાવવામા આવનારા સ્પોટર્સ ઈન્ફ્રાસ્ટ્રકચરની વીજ માંગને પહોંચી વળવા રીન્યુએબલ એનર્જી ક્ષેત્ર વર્ષ-૨૦૨૮ સુધીમાં   મ્યુનિસિપલ કોર્પોરેશન સ્વાયત્ત બનશે.આ માટે ગુ્પ કેપ્ટિવ પોલીસી સહિતની વિવિધ કામગીરી હાથ ધરાશે.હાલમાં દર  મહિને કોર્પોરેશન દર મહિને રુપિયા ૩૩૦ કરોડ વીજબીલ પેટે ટોરેન્ટ પાવરને ચૂકવે છે.એનર્જી ક્ષેત્રે સ્વાયત્ત બન્યા પછી દર વર્ષે રુપિયા ચાર હજાર કરોડની કોર્પોરેશન બચત કરશે.

સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરમાં ફલોટીંગ સોલાર પેનલ સહિત ૧૨૫ મેગાવોટના રીન્યુએબલ એનર્જીના ગુ્પ કેપ્ટિવ પ્રોજેકટ માટે ડીપીઆર તૈયાર કરાવવા તથા ફલોટીંગ સોલાર પ્રોજેકટ માટે કન્સલ્ટન્ટની નિમણૂંક કરવા માટે બે અલગ અલગ દરખાસ્ત મંજૂર કરવામા આવી હતી.સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને કહયુ, હાલમાં કોર્પોરેશન દ્વારા ૪૩ ટકા રીન્યુએબલ એનર્જી મેળવવામા આવે છે.કોર્પોરેશનનુ દર મહિને રુપિયા ૩૬૦ કરોડ જે વીજબીલ આવે છે તેમા ૬૮ ટકા વીજળીનો ઉપયોગ વોટર સપ્લાય પ્રોજેકટ માટે કરવામા આવે છે.જેમાં રો વોટર મેળવવાથી લઈને લોકોના ઘર સુધી પાણી પહોંચાડવામા આવે છે.૧૬ ટકા વીજળી ગટરના પાણી ટ્રીટ કરવા એટલે કે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટના ઓપરેશન પાાછળ ખર્ચ કરવામા આવે છે.૧૨ ટકા વીજળી સ્ટ્રીટ લાઈટ પાછળ તેમજ ચાર ટકા વીજળી અન્ય ઉપયોગમા ખર્ચ કરવામા આવે છે.નેટ ઝીરો પ્રોજેકટ અંતર્ગત શહેરમા રીન્યુએબલ એનર્જીનો ઉપયોગ વધારવા માટે ૨૦ મેગાવોટ ક્ષમતાનો વીન્ડ એનર્જી પ્લાન્ટ તથા ૩૦ મેગાવોટ ક્ષમતાનો સોલાર એનર્જી પ્લાન્ટ મળીને કુલ ૫૦ મેગાવોટ ક્ષમતાના બે મોટા પ્રોજેકટ અમલી બની રહયા છે.જે પૈકી સોલાર પ્રોજેકટને મંજુરી  અપાઈ ગઈ છે. વીન્ડ પાવર પ્રોજેકટ માટે મંજુરી પ્રક્રીયામા છે.