Get The App

પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી

પત્નીની બહેનપણીએ ત્રિપલ તલાક બોલતા પતિનો વીડિયો ઉતારી લીધો

Updated: Jun 23rd, 2026

GS TEAM

Google News
Google News
પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી 1 - image

વડોદરા,પતિએ બે વખત ત્રિપલ તલાક કહેતા પત્ની બેભાન થઇને ઢળી પડી હતી. પત્નીએ આ અંગે પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોેંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાડી મોટી વ્હોરવાડમાં રહેતા અને બ્યુટિ પાર્લરમાં નોકરી કરતા  ફરહીનબાનુએ પાણીગેટ  પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી જણાવ્યું છે કે, મારા કોર્ટ મેરેજ  સૂફિયાન યુસુફભાઇ  મનસુરી સાથે તા.૧૦-૦૩-૨૦૨૩ ના રોજ  થયા હતા.અમારા બંનેના આ બીજા લગ્ન હતા. લગ્ન પછી અમે તાંદલજા રહેતા હતા. ત્યારબાદ અમે યાકુતપુરામાં રહેવા આવ્યા હતા. ત્યારબાદ અમારા વચ્ચે નાની બાબતોમાં ઝઘડા થતા હતા.જેથી, હું છેલ્લા બે વર્ષથી વાહી મોટી વ્હોરવાડમાં મારા ભાઇના ઘરે રહેવા જતી રહી હતી.હું અને મારા પતિ અલગ રહેતા હતા. મારા પતિ તેઓની અગાઉની પત્ની સાથે જતા રહે છે. ઓગસ્ટ - ૨૦૨૫ માં સાંજે સાત વાગ્યે મારા પતિ અમારા ઘરે આવ્યા હતા. તેમણે મારી સાથે ઝઘડો કરી માર માર્યો હતો. જેના કારણે મારે હોસ્પિટલમાં સારવાર પણ લેવી પડી હતી. બે મહિના અગાઉ મારા કામના સ્થળે આવીને મારા પતિએ ઝઘડો કરી ત્રણ વખત ત્રિપલ તલાક કહેતા હું બેભાન થઇને ઢળી પડી હતી. હું ભાનમાં આવી ત્યારે મારા પતિ ત્યાં નહતા. મારા પતિએ ત્રિપલ તલાક  કહ્યું તેનો વીડિયો મારી બહેનપણીએ ઉતારી લીધો હતો.