Gujarat

SIR ફોર્મ નથી ભર્યું અને ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો મતદારોએ શું કરવાનું? જાણી લો

By GS TEAM
4 Dec 20251 min read
TukuTouch Logo
મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને આ કારણે તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં આવે નહીં તો તેઓ ફોર્મ નંબર-6 ભરીને 15 જાન્યુઆરી 2026 સુધીમાં મતદાર નોંધણી અધિકારીને આપવાનું રહેશે.

Summarized by AI; it may make mistakes. Check important info

SIR ફોર્મ નથી ભર્યું અને ડ્રાફ્ટ યાદીમાં નામ નથી તો મતદારોએ શું કરવાનું? જાણી લો
AI IMAGE

How to add name in voter list Gujarat: મતદાર યાદી સુધારણાની કામગીરી દરમિયાન જે મતદારો તેમના ગણતરી ફોર્મ જમા કરાવી શક્યા નથી અને આ કારણે તેમનું નામ ડ્રાફ્ટ યાદીમાં આવે નહીં તો તેઓ ફોર્મ નંબર-6 ભરીને 15 જાન્યુઆરી 2026 સુધીમાં મતદાર નોંધણી અધિકારીને આપવાનું રહેશે. 

મતદાર નોંધણી અધિકારી  દ્વારા ફોર્મ મંજૂર થયા બાદ તેમના નામનો સમાવેશ આખરી મતદાર યાદીમાં કરવામાં આવશે.  15 જાન્યુઆરી 2026 પછી પણ કોઈપણ સમયે ફોર્મ 6/8 ભરી શકાશે અને તેવા મતદારોના નામનો સમાવેશ ‘સર ની કામગીરી બાદ પણ સતત સુધારણા અને ખાસ સંક્ષિપ્ત સુધારણાના સમયગાળા દરમિયાન થઈ શકશે. 

મતદાર યાદી સુધારણામાં ગણતરીનો તબક્કો 11 ડિસેમ્બર ચાલવાની છે અને 16 ડિસેમ્બરના ડ્રાફ્‌ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાશે. આ સંદર્ભે માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે બેઠક બાદ મુખ્ય નિર્વાચન અધિકારી હારિત શુક્લાએ જણાવ્યું કે, ‘82.85 ટકાથી વઘુ ગણતરી ફોર્મ્સનું ડિજિટલાઇઝેશન થઇ ગયું છે. બૂથ લેવલ ઓફિસરની મદદ માટે 30 હજારથી વધુ સ્વંયસેવકની નિયુક્તિ કરવામાં આવી છે.