Gujarat
પશ્ચિમ રેલ્વે વડોદરા - ડાકોર વચ્ચે જન્માષ્ટમી સ્પેશિયલ ટ્રેન દોડાવશે
By GS Team
14 Aug 20251 min read
This article was originally published on 14 Aug 2025

આવતીકાલે સ્વાતંત્ર દિવસ ત્યારબાદ જન્માષ્ટમી અને રવિવારની ત્રણ સળંગ રજાઓ છે. ત્યારે પશ્ચિમ રેલવે દ્વારા યાત્રીઓ માટે જન્માષ્ટમી તહેવાર નિમિત્તે વડોદરા- ડાકોર વચ્ચે જન્માષ્ટમી ફેસ્ટિવલ ટ્રેન ચલાવવાનો નિર્ણય કરાયો છે. વડોદરા- ડાકોર વડોદરાથી તા.16ના રોજ રાત્રે 9:30 કલાકે ઉપડશે અને 11:15 કલાકે ડાકોર પહોંચશે. બીજા દિવસે તા. 17ના રોજ ડાકોર - વડોદરા ડાકોરથી રાત્રે 2 વાગ્યે ઉપડશે અને 3:30 કલાકે વડોદરા પહોંચશે. આ ટ્રેનને આણંદ અને ઉમરેઠ બંને દિશામાં સ્ટોપેજ આપ્યું છે.




