Gujarat

પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા – મઉ સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરાયા

By GS TEAM
27 Aug 20251 min read
પશ્ચિમ રેલવે દ્વારા વડોદરા – મઉ સ્પેશ્યલ ટ્રેનના ફેરા વિસ્તૃત કરાયા


પશ્ચિમ  રેલવે દ્વારા મુસાફરોની માંગ  અને  સુવિધાને ધ્યાનમાં રાખીને વડોદરાથી ઉપડતી  વડોદરા – મઉ  સાપ્તાહિક  સ્પેશ્યલ  ટ્રેનના  ફેરાને  વિશેષ  ભાડા  સાથે વિસ્તૃત કરવાનો નિર્ણય થયો છે. વડોદરા - મઉ સ્પેશિયલ, જે  અગાઉ 29  સપ્ટેમ્બર સુધી સૂચિત  કરવામાં  આવી હતી. તે  હવે  29 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. તેવી જ રીતે મઉ - વડોદરા સ્પેશિયલ અગાઉ 30  સપ્ટેમ્બર સુધી સૂચિત કરવામાં આવી હતી. તેના સ્થાને હવે 30 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવી છે. ટ્રેન નં 09195 ના વિસ્તૃત ફેરાઓની બુકિંગ 28 ઓગષ્ટથી તમામ  પીઆરએસ  કાઉન્ટર  અને આઈઆરસીટીસીની વેબસાઈટ પર  શરૂ થશે.