Gujarat

બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં

By GS TEAM
29 Apr 20262 mins read
TukuTouch Logo
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન બુધવારે હિંસક ઘટનાઓ અને રાજકીય આક્ષેપ-પ્રતિક્ષેપ વચ્ચે ચાલી રહ્યું છે. નોઆપાડા, ફલતા અને બાલી જેવા વિસ્તારોમાં EVM ગરબડ અને ભાજપ-TMC કાર્યકરો વચ્ચેની અથડામણને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

બંગાળમાં જેનો ડર હતો એ જ થયું! બીજા તબક્કામાં મતદાન લોહિયાળ, ઠેર ઠેર હિંસા; EVM સાથે ચેડાં

West Bengal Election Final Phase 2026: પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા અને અંતિમ તબક્કાનું મતદાન બુધવારે હિંસક ઘટનાઓ અને રાજકીય આક્ષેપ-પ્રતિક્ષેપ વચ્ચે ચાલી રહ્યું છે. નોઆપાડા, ફલતા અને બાલી જેવા વિસ્તારોમાં EVM ગરબડ અને ભાજપ-TMC કાર્યકરો વચ્ચેની અથડામણને કારણે વાતાવરણ તણાવપૂર્ણ બન્યું છે.

EVM ગરબડ અને મતદારોનો આક્રોશ

ઉત્તર 24 પરગણાના બારાનગરમાં બૂથ નંબર 72 પર પાંચ વખત EVM મશીન બદલવા છતાં મતદાન શરૂ ન થઈ શકતા મતદારોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. અનેક મતદારો કંટાળીને મતદાન કર્યા વગર જ ઘરે પરત ફર્યા હતા. તો બીજી તરફ, નોઆપાડામાં ભાજપના નેતા અર્જુન સિંહે TMC પર બૂથની બહાર ડમી EVM રાખીને મતદારોને ભ્રમિત કરવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.

આ પણ વાંચો : વિકાસના નામે વિનાશ અને આદિવાસીઓ સામે મોટું કૌભાંડ: 81 હજાર કરોડના મેગા પ્રોજેક્ટ સામે રાહુલ ગાંધીના પ્રહાર

ચારેતરફ હિંસાના દૃશ્યો

નાદિયા: ભાજપના પોલિંગ એજન્ટ મોશર્રફ મિર પર લોહેના રોડથી જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં તેમના માથામાં 6 ટાંકા આવ્યા છે.

પનિહાટી: અહીં RG Kar પીડિતાની માતા અને ભાજપના ઉમેદવાર રત્ના દેબનાથને TMC કાર્યકરોએ ઘેરી લેતાં હોબાળો થયો હતો. પોલીસને ભીડને વિખેરવા હળવો બળપ્રયોગ કરવો પડ્યો હતો.

ભવાનીપુર: VIP સીટ ગણાતી ભવાનીપુરમાં શુભેન્દુ અધિકારીની હાજરીમાં જય શ્રી રામ અને 'જય બાંગ્લા'ના નારા લાગતા હાઇ-વોલ્ટેજ ડ્રામા સર્જાયો હતો.

લોકશાહીના પર્વમાં ભારે ઉત્સાહ

હિંસા અને છૂટાછવાયા બનાવો હોવા છતાં બંગાળમાં ભારે મતદાન જોવા મળી રહ્યું છે. ચૂંટણી પંચના આંકડા મુજબ, 142 બેઠકો પર બપોરે 1 વાગ્યા સુધીમાં 61 ટકાથી વધુ મતદાન નોંધાયું છે. દક્ષિણ 24 પરગણા અને હાવડાના અનેક બૂથ પર લાંબી કતારો જોવા મળી રહી છે. પરિસ્થિતિને કાબૂમાં રાખવા માટે કેન્દ્રીય સુરક્ષા દળોએ મોરચો સંભાળ્યો છે અને બાલી વિસ્તારમાંથી બે તોફાની તત્ત્વોની ધરપકડ પણ કરવામાં આવી છે.