Gujarat
બાંદ્રા-જયપુર અને વલસાડ-હિસાર વચ્ચે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન
By GS TEAM
15 Oct 20251 min read

આગામી દિવાળી અને છઠ્ઠ પૂજા તહેવારોને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલ્વે દ્વારા મુસાફરોના ઘસારાને પહોંચી વળવા માટે વધુ બે સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
વલસાડ-હિસાર સાપ્તાહિક સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારે બપોરે ૨:૫૦ કલાકે વલસાડથી ઉપડશે અને બીજા દિવસે બપોરે ૨ :૦૫ કલાકે હિસાર પહોંચશે. આ ટ્રેન ૧૬ ઓક્ટોબરથી ૬ નવેમ્બર સુધી દોડશે. બાંદ્રા ટર્મિનસ-જયપુર સાપ્તાહિક સુપરફાસ્ટ સ્પેશિયલ ટ્રેન દર ગુરુવારે બપોરે ૨ઃ૪૦ ક્લાકે બાંદ્રા ટર્મિનસથી ઉપડશે અને બીજા દિવસે સવારે ૧૦:૫૦ કલાકે જયપુર પહોંચશે. આ ટ્રેન ૧૬થી ૩૦ ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.









