Gujarat

જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મોસમે ફરીથી મિજાજ બદલ્યો : રાત્રિભર ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો

By GS TEAM
30 Oct 20252 mins read
TukuTouch Logo
જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ બંધાયેલો રહ્યો છે, અને કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરમદિને રાત્રિના ધીમીધારે વરસાદી છાંટા ચાલુ રહ્યા બાદ ગઈકાલે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગર શહેરમાં ગઈકાલે મોડી રાત્રે મોસમે ફરીથી મિજાજ બદલ્યો : રાત્રિભર ઝરમર ઝરમર વરસાદ ચાલુ રહ્યો

Jamnagar Rain Update : જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લા પાંચ દિવસથી વરસાદી માહોલ બંધાયેલો રહ્યો છે, અને કમોસમી વરસાદી ઝાપટા પડી રહ્યા છે, પરમદિને રાત્રિના ધીમીધારે વરસાદી છાંટા ચાલુ રહ્યા બાદ ગઈકાલે મેઘરાજાએ વિરામ રાખ્યો હતો.

પરંતુ ગઈકાલે સમગ્ર દિવસના સમયગાળા દરમિયાન આકાશ વાદળથી ઘેરાયેલું રહ્યું હતું, અને રાત્રિના 12.00 વાગ્યાથી તે જ ગતિથી ઠંડો પવન કુંકાવાનો શરૂ થઈ ગયો હતો, અને ધીમી ધારે વરસાદી છાંટા પડ્યા હતા. ગઈકાલે રાત્રિ ભર ધીમીધારે છૂટો છવાયો વરસાદ ચાલુ રહ્યો હતો. જોકે આજ સવારથી વરસાદ રોકાઈ ગયો છે, પરંતુ હજુ પણ આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાયેલી રહેલું જોવા મળી રહ્યું છે, જેથી વધુ કમોસમી વરસાદ પડી શકે તેવી શક્યતાઓ દર્શાવાઇ રહી છે

જામનગર શહેર ઉપરાંત જામનગર જિલ્લાના ધ્રોલમાં પણ ગઈકાલે રાત્રિના ફરીથી વરસાદી વાતાવરણ બન્યું હતું, અને તે જ રફતારથી પવન ફૂંકાવાની સાથે સાથે વરસાદી ઝાપટાં ચાલુ રહ્યા હતા. જોકે આજે ધ્રોળમાં પણ ઉઘાડ નીકળી ગયો છે,અને વાતાવરણમાં છેલ્લા બે દિવસથી એકદમ ઠંડક થઈ ગઈ છે, સાથો સાથ ભેજ યુક્ત વાતાવરણમાં બન્યું છે.

જામનગર જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે 8.00 વાગ્યે પુરા થતા 24 કલાક દરમિયાન લઘુતમ તાપમાન 22.4 ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન 28.0 ડિગ્રી સેન્ટિગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 90 ટકા રહ્યું હતું, જ્યારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના 25.0 થી 30.0 કિ.મી ની ઝડપે રહી હતી.