Get The App

પાણીની લાઈનમાં ભંગાણ પડતા બે દિવસ ઉધના લિંબાયતના કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે

Updated: Feb 3rd, 2022

GS TEAM

Google News
Google News
પાણીની લાઈનમાં ભંગાણ પડતા બે દિવસ ઉધના લિંબાયતના કેટલાક વિસ્તારમાં પાણી સપ્લાય બંધ રહેશે 1 - image

- ડીંડોલી ટ્રીટમેન્ટ પ્લાન્ટ જળ મથક સુધી ની પાણીની લાઈનના ત્રણ લીકેજ રીપેર કરતા પાલિકાને બે દિવસનો સમય લાગશે

પ્રતિનિધિ દ્વારા સુરત ગુરૂવાર

પાલિકાના ઉધના અને લિંબાયત ઝોનમાં પાણીનુ વહન કરતી પાઇપ લાઇનમાં ત્રણ ભંગાણ પડતા 5 અને 6 ફેબ્રુઆરીના રોજ ઉધના અને લિંબાયતના કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો બંધ રહેશે.

તાપી નદી ઇન્ટેક વેલ માંથી લિંબાયત ઝોન સુધી રો વોટર લાવતી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જતી 1524 મિમી વ્યાસ ની પાણીની લાઇનમાં ત્રણ જગ્યાએ ભંગણ પડ્યા છે. લિંબાયત ઝોનના મહારાણા પ્રતાપ જંકશન, મંગલ પાંડે હોલ બીઆરટીએસ બસ સ્ટોપ અને બોટાદ રેલવે ઓવરબ્રિજ પાસે ત્રણ જગ્યાએ પાણીની લાઇન લીકેજ થઈ છે. આવી જ રિપેર કરવા માટે હાઇડ્રોલિક વિભાગ દ્વારા કામગીરી શરૂ કરવામાં આવશે. આ લાઈન રિપેર કરવા માટે તારીખ 5 અને 6 ફેબ્રુઆરીના રોજ કામગીરી શરૂ કરાશે જેના કારણે લિંબાયત ઝોન ના ડીંડોલી પર્વત અને ઘોડાદ્રાના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાઇ જશે. આ ઉપરાંત ઉધના ઝોનના ઉન ગામ ગામ ગામ જીયાવ ગામ ભેસ્તાન આવાસ અને બમરોલી, વડોદ ગામ દુંડી જેવા વિસ્તારોમાં 5 ફેબ્રુઆરી અને 6 ફેબ્રુઆરીના રોજ પાણી પુરવઠો બંધ રહેશે. જ્યારે કેટલાક વિસ્તારમાં પાણી પુરવઠો ઓછા દબાણથી મળશે. આ દિવસ દરમિયાન પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરવા તથા જરૂર મુજબ નો સંગ્રહ કરવા પાલિકાએ અપીલ કરી છે.