Get The App

ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું

Updated: Jun 20th, 2026

GS TEAM

Google News
Google News
ગોત્રી વિસ્તારમાં પાણીની લાઇનમાં ફરી ભંગાણથી હજારો લિટર પાણી વેડફાયું 1 - image

Vadodara Corporation : વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં હરીનગર બ્રિજ નીચે સાઈબાબાના મંદિર નજીક પાણીની લાઇનમાં ફરી ભંગાણ થતા હજારો લીટર પાણી વેડફાઈ રહ્યું છે. 

મ્યુનિસિપલ કોર્પોરેશનની કામગીરી દરમિયાન પાણીની લાઇનને નુકસાન પહોંચતાં ભંગાણ સર્જાયું છે. લાઇન તૂટતાં પાણીના મોટી માત્રામાં પાણી વહી રહ્યું હતું અને આસપાસના માર્ગો પર પાણી ફરી વળ્યું હતું. માર્ગ પર પાણી ભરાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓને અવરજવરમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. 

ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.