Gujarat

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરોપી સામે કાર્યવાહી

By GS TEAM
2 May 20261 min read
TukuTouch Logo
જામનગર શહેરના સુમરાચાલી વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખી એક ચોકીદાર યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

જામનગરમાં સુમરાચાલી વિસ્તારમાં જૂની અદાવતના કારણે ચોકીદારને મારપીટ અને જાનથી મારી નાખવાની ધમકી : આરોપી સામે કાર્યવાહી

Jamnagar Crime : જામનગર શહેરના સુમરાચાલી વિસ્તારમાં જૂની બોલાચાલીનો ખાર રાખી એક ચોકીદાર યુવાન પર હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આરોપી સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, તા.27/04/2026ના રોજ બપોરે આશરે દોઢ વાગ્યે ખફી હોટલ પાસે, સુમરાચાલી વિસ્તારમાં ફરિયાદી કાદરભાઈ કાસમભાઈ સાકી (ઉંમર 40, રહે. ચુનાનો ભઠ્ઠો, ઢોલીયાપીરની દરગાહ પાસે, જામનગર) પસાર થતાં હતા ત્યારે આરોપી ખાલિદ યુસુફભાઈ ખફી (રહે. સુમરાચાલી, જામનગર) એ જૂની અદાવત રાખી તેમને રોકી ગાળો આપી બે જાપટ મારી મારપીટ કરી હતી.

આ દરમિયાન આરોપીએ ફરિયાદીને “હવે જ્યાં મળીશ ત્યાં જાનથી મારી નાખીશ” તેવી ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે સીટી ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા કલમ 115(2), 352 અને 351(3) મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ફરીયાદ કાદરભાઈ કાસમભાઈ સાકી દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે, અને તપાસ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી રહી છે. આરોપી સામે કાયદેસરની કાર્યવાહી ચાલુ છે.