Gujarat

દારૃના ગુનામાં વોન્ટેડ આરોપી પાંચ મહિને પકડાયો

By GS TEAM
22 Apr 20261 min read
દારૃના ગુનામાં વોન્ટેડ  આરોપી પાંચ મહિને પકડાયો

 વડોદરા,માંજલપુર વિસ્તારમાં દારૃ વેચતા આરોપીને દારૃ સપ્લાય કરતા આરોપીએ પાંચ મહિના  સુધી પોલીસને હંફાવી હતી. 

માંજલપુર પારસી પીસ્તા સ્મશાનની પાછળ ખુલ્લી જગ્યામાં દારૃ વેચતા અશોક ધુળાભાઇ ઠાકોર (રહે.ગણેશનગર ટેકરો, માંજલપુર) ને માંજલપુર પોલીસે ગત નવેમ્બર મહિનામાં ઝડપી પાડી દારૃની ૧૬ બોટલ કબજે  કરી  હતી. આ દારૃ સપ્લાય કરનાર નરેશ ઉર્ફે ઘેટી રમેશભાઇ રાવળ, ઉં.વ.૨૩ (રહેે. બ્રાહ્મણ ફળિયું, મકરપુરા ગામ) ને મકરપુરા પોલીસે ઝડપી પાડી માંજલપુરને સોંપી દેવામાં આવ્યો છે. આરોપી  સામે  મકરપુરા અને કપુરાઇ  પોલીસ સ્ટેશનમાં થઇને કુલ ૧૧ગુનાઓ નોંધાયા છે.