Gujarat

વડાલી બીઆરસી ભવનમાં વિદ્યાર્થીઓના પુસ્તક વિતરણ કર્યા વિના જ સડી ગયા

By GS Team
10 Dec 20211 min read
This article was originally published on 10 Dec 2021
વડાલી બીઆરસી ભવનમાં વિદ્યાર્થીઓના પુસ્તક વિતરણ કર્યા વિના જ સડી ગયા

વડાલી તા.9

વડાલી તાલુકામાં આવેલી પ્રાથમિક શાળાઓમાં ધો.૧ થી ૮ માં મોટી સંખ્યામાં વિધાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે.જે વિધાર્થીઓને નિઃશુલ્ક શિક્ષણ સાથે પાઠયપુસ્તકો તેમજ સામાહિક પણ સરકાર દ્વારા દર વર્ષે આપવામાં આવે છે.જેનું વિતરણ બીઆરસી ભવનના જવાબદાર અધિકારીઓ દ્વારા કરવામાં આવે છે.દરવર્ષે પૂરતા પ્રમાણમાં પુસ્તકો વિધાર્થીઓને મળતા ન હોવાની ફરિયાદો ઉઠી હતી. પરંતુ તેમાં વિતરણ વ્યવસ્થા જ કારણભુત હોય તેવું વડાલી બીઆરસી ભવનમાં પ્રકાશમાં આવ્યુ છે.ભવનમાં વિધાર્થીઓને વિતરણ કર્યા વગરના પુસ્તકો,સામહિકો અને અન્ય સામગ્રી લાંબા સમયથી પડી રહેતા તે સડવા લાગી હતી જે જવાબદારોને ધ્યાનમાં આવતા મોટી ભુલ થઈ ગઈ હોવાનો અહેસાસ થતા તેને દબાવવા પુસ્તકો અને સામહિકો બાર કાઢી ભવનના આગળ ન દેખાય તે રીતે ફેકી દીધા હતા.અને ગંભીર ઘટનાની જાણ અન્યને ન થાય તે માટે તેને સળગાવી દેવામાં આવ્યા હતા.જે બાદ તેને જોવા ન જતા કેટલાક અર્ધ બળેલા તેમજ સડેલા પુસ્તકો સળગ્યા વગરના આજેપણ પડી રહ્યા છે.જે લોકોના ધ્યાનમાં આવતા વિતરણ વ્યવસ્થામાં જોડાયેલા જવાબદાર અધિકારીઓજ યોગ્ય વિતરણ ન કરી પુસ્કોની અછત  સર્જાઇ હતી.જેથી આ અંગે યોગ્ય તપાસ કરી કસુરવારો સામે પગલાં લેવા લોકો ઉગ્ર માંગ કરી રહ્યા છે. આ અંગે તાલુકાના ઇન્ચાર્જ શિક્ષણાઅધિકારી કપિલભાઈ પટેલનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ તપાસ કરવાના બદલે દોષનો ટોપલો બીઆરસી ભવનના સંચાલકો ઉપર ઢોળી ગોળ ગોળ જવાબ આપી વાતને ટાળી લીધી હતી.