Gujarat

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનુંનદ આયોજન

By GS Team
13 Nov 20211 min read
This article was originally published on 13 Nov 2021
મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમનુંનદ આયોજન

ભરૂચ: જિલ્લામાં મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત મતદારોની સુવિધા માટે ખાસ ઝુંબેશના દિવસો તરીકે તા.૧૪/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૧/૧૧/૨૦૨૧ રવિવાર, તા.૨૭/૧૧/૨૦૨૧ શનિવાર અને તા ૨૮/૧૧/૨૦૨૧ રવિવાર નક્કી કરવામાં આવેલ છે. જે દિવસો દરમ્યાન દરેક મતદાન મથક ખાતે એટ્લે કે બુથ ઉપર બુથ લેવલ ઓફિસર (BLO) સવારના ૧૦:૦૦ થી સાંજના ૫:૦૦ કલાક દરમ્યાન જરૂરી ફોર્મ્સ સાથે ઉપસ્થિત રહેશે. જ્યાથી ફોર્મ મેળવી અને જરૂરી પુરાવા સાથે પરત આપી શકાશે. આ ઉપરાંત Voter Helpline Application તથા www.nvsp.in વેબ સાઈટ પર જરૂરી પુરાવા અપલોડ કરી ઓનલાઈન ફોર્મ પણ ભરી શકાશે. ભરૂચ જિલ્લાના તમામ મતદારોને આ ઝૂંબેશનો લાભ લેવા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા અનુરોધ કરાયો છે.