Gujarat
વડોદરા રેલ્વે ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા વૉલીબોલ લીગનું આયોજન
By GS TEAM
20 Sep 20251 min read

પ્રતિભાઓને મંચ આપવા તથા રમતોને પ્રોત્સાહન આપવા વડોદરા ડિવિઝન સ્પોર્ટ્સ એસોસિએશન દ્વારા આજે વૉલીબોલ લીગનું આયોજન કરવામાં આવ્યું હતુ.

જેમાં વિવિધ વિભાગોની 12 ટીમોએ ભાગ લીધો હતો. લીગ-કમ-નૉકઆઉટ પદ્ધતિથી યોજાયેલા આ મેચોમાં ખેલાડીઓએ ઉત્તમ પ્રતિભા અને રમતગમત ભાવના દર્શાવી હતી. ફાઇનલ મુકાબલામાં અધિકારીઓની ટીમે ઇજનેર વિભાગને 2-0ના સ્કોરથી હરાવીને ખિતાબ જીત્યો હતો. આ એક દિવસીય રોમાંચક ટૂર્નામેન્ટમાં મંડળના કર્મચારીઓ અને ખેલાડીઓમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. લીગના અંતે પુરસ્કાર વિતરણ સમારંભ યોજાયો હતો. વિજેતા ટીમને ટ્રોફી આપવામાં આવી હતી. આ અવસર પર વડોદરા મંડળના ડિવિઝનલ રેલ્વે મેનેજર રાજુ ભડકે, એડિશનલ રેલ્વે મેનેજર નીરજ ધમીજા સહિત અન્ય અધિકારીઓ તથા રેલ્વે કર્મચારીઓ હાજર રહ્યા હતા.









