Gujarat

વિરમગામઃ હાંસલપુર જીઆઇડીસીમાં 5 વેપારીને ત્યાં ડીજીજીઆઇ જયપુરના દરોડા

By GS TEAM
7 Feb 20261 min read
વિરમગામઃ હાંસલપુર જીઆઇડીસીમાં  5 વેપારીને ત્યાં ડીજીજીઆઇ જયપુરના દરોડા

- બોગસ બિલિંગ કરી કાગળ પર કરોડોનો વેપાર દર્શાવાયો

- લોખંડના વાયર, તાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાંથી બે કરોડ થઈ વધુની જીએસટી ચોરીના દસ્તાવેજ ઝડપાયા

ડુમાણા : રાજ્યમાં સમયાંતરે નકલી જીએસટી બિલિંગ અને બોગલ ઈનપુટ ટેક્સ ક્રેડિટના મામલા સામે આવતા રહે છે. આ દરમિયાન વિરમગામ હાંસલપુર જીઆઇડીસીમાં જયપુર ડીજીજીઆઇની ટીમે દરોડો પાડી બે કરોડથી વધુની ગેરરીતિ ઝડપી પાડી છે.

વિરમગામ તાલુકાના હાંસલપુર જીઆઇડીસીમાં લોખંડના વાયર, તાર અને પટ્ટીના વ્યવસાય સાથે સંકળાયેલી પાંચ પેઢી દેવશન, સ્કાય, હેવન, જયવલ અને કમલવાયરમાં કરચોરીને લઇ ડિરેક્ટોરેટ જયપુર ડીજીજીઆઇ (જનરલ ઓફ જીએસટી ઇન્ટેલિજન્સ)ની ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

જયપુર ડીજીજીઆઇની ટીમોએ પાંચે પેઢીના યુનિટ અને રહેણાંક મકાનો પર સામૂહિક દરોડામાં કરચોરીના દસ્તાવેજ મળી આવ્યા હતા. તપાસમાં આ પેઢીઓ લાંબા સમયથી બોગસ બિલિંગ સાથે સંકળાયેલા હોવાનું સામે આવ્યું છે. તેમજ પ્રાથમિક તપાસમાં તપસમાં આ વેપારીઓ બોગસ બિલિંગ અને ખોટા નાણાકીય વ્યવહારો દ્વારા બે કરોડથી વધુ ગેરરીતિ આચરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. હાલ તમામ વાંધાજનક દસ્તાવેજો જપ્ત કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હાલ જીઆઇડીસીમાં ડીજીજીઆઇના દરોડાથી અન્ય વેપારીઓ અને ઇન્ડસ્ટ્રીયલ યુનિટોમાં ભય ફેલાયો છે.