વડોદરામાં ચાર રસ્તે 100 મીટરમાં વાહન પાર્કની મનાઈ ફરમાવતા જાહેરનામાનું સરેઆમ ઉલ્લંઘન
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Police : વડોદરા શહેરના તમામ ચાર રસ્તા, ત્રણ રસ્તા પર 100 મીટરમાં વાહન પાર્કિંગની મનાઈ ફરમાવતું જાહેરનામું માત્ર કાગળ પર જ રહ્યું છે. જાહેરનામાના ઉલ્લંઘન અંગે નિયત જગ્યાઓએ પોલીસ કે ટ્રાફિક પોલીસ દ્વારા ક્યાંય ચેકિંગ કે મેમો આપવાની કાર્યવાહી થતી હોવાનું નહીં જણાતા લોક ચર્ચાનો વિષય બન્યો છે. આવા અનેક જાહેરનામા માત્ર કાગળ પર જ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે.
શહેરના તમામ ચાર રસ્તા, ત્રણ રસ્તા સહિત અનેક જગ્યાએ નિયત કરાયેલા અંતરે કોઈપણ જાતના વાહન પાર્ક છતાં કેટલીય વાર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતા ટ્રાફિક સિગ્નલોના કારણે લાંબી કતારો જોવા મળે છે.
જ્યારે બીજી બાજુ આવો ટ્રાફિક જામ નિવારવાના ભાગરૂપે શહેર પોલીસ કમિશનર દ્વારા તાજેતરમાં એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. જેમાં જણાવ્યું હતું કે તમામ ચાર રસ્તા અને ત્રણ રસ્તા સહિત ટ્રાફિકજામની સમસ્યા સર્જાતા રસ્તે નિયત અંતરની જગ્યામાં કોઈપણ જાતના વાહન પાર્કિંગ કરવા સામે મનાઈ ફરમાવવામાં આવી હતી.
પરંતુ આ જાહેરનામાને વાહન ચાલકો ગોળીને પી ગયા હોય એવું સ્પષ્ટ નજરે ચડી રહ્યું છે. ટ્રાફિકથી ધમધમતા રસ્તે તથા ચાર રસ્તે અને ત્રણ રસ્તે નિયત અંતરે વાહન પાર્ક સ્પષ્ટ રીતે જોવા મળે છે. આ સામે પોલીસ કે ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી થતી હોવાનું ક્યાંય નજરે ચડતું નથી. કે પછી આવી કોઈ જગ્યાએથી પોલીસ કેટલા ટ્રાફિક પોલીસ દ્વારા કોઈ વાહન ચાલકને મેમો અપાયો હોય તેમ માનવાને કોઈ કારણ નથી.
આમ શહેર પોલીસ કમિશનરના કેટલાય જાહેરનામાનું ઉલ્લંઘન થતું હોવાનું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.








